Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોંડલઃ પીપળીયામાં પૂ. જલારામબાપાની પ્રસાદીની લાકડી

જય જલારામ બાપા...આજે સંત શ્રી જલારામબાપાની રર૧ મી જન્મ જયંતી ભકિતભાવથી ઉજવાય રહી છે. આજથી પોણા બસો વર્ષ પહેલા પ.પૂ. સંત શ્રી જલારામબાપા તેમના ગુરૂ ભોજલરામ બાપાને વિરપુરથી અમરેલી પાસે ફતેપુર ગામે આવતા-જતા ત્યારે રસ્તામાં કુકાવાવ પાસેના માધા ઠકકરના પીપળીયા ગામે વિશ્રામ માટે રોકાતા જયાં તેમને રામજીભાઇ હીદડની મુલાકાત થઇ રામજીભાઇ ઉદાસ ચહેરો જોઇને જલારામબાપાએ પુછયું કે ભગત કેમ ઉદાસ છો ત્યારે રામજીભાઇએકહ્યું કેમારા ઘરે દુજાણું બંધ થઇ ગયું છે. આ સાંભળીને જલારામબાપાએ તેમની સાથે રાખતા નેતરની લાકડી આપી અને કહ્યું કે આ લાકડી તમારા ઘરના રસોડામાં રાખજો ભગત  દર સોમવારે ઘીની વાટકી ચોપડજો બધા સારાવાના થઇ જશે તમારે અખંડ દુજાણુ અને અખંડ ભંડારો ભરપુર રહેશે આજે પાંચમી પેઢીએ પણ નિર્મળાબેન હીદડનો પરિવાર સંતશ્રી જલારામબાપાની આપેલી પ્રસાદી રૂપી લાકડી કયારેય નીચે જમીન પર નથી રાખતા અને પરંપરા મુજબ ધુપ-દીવા કરે છે. ને દર સોમવારે લાકડીને ઘી ચોપડે છે નિર્મળાબેન પ્રસાદી રૂપી પ.પૂ.સંત શ્રી જલારામબાપાની લાકડી ના માપ વિશે પુછયું તો કહે છે કે આ લાકડીનું કોઇ માપ નકકી નથી આ વર્ષે સાડા પાંચ વેત થઇ હોય તો બીજા વર્ષે પાંચ વેત ની હોય છે. તો વળી ત્રીજા વર્ષે ફરીસાડા પાંચ વેતની થઇ જાય છે. જો કે બાપાની લાકડી પર તેના ભાવિકો અખુટ શ્રદ્ધા ધરાવે છે. આજે આ ગામ માધા ઠકકરના પીપળીયાના બદલે ખજુરી પીપળીયા નામે ઓળખાય છે. પણ સાધુવેશમાં ભગવાનએ સંત શ્રી જલારામબાપા અને માતુશ્રી વિરબાઇ માતાને ધોકો અને જોળી પ્રસાદરૂપી આપેલા જે વિરપુર મંદિરમાં ભકતજનોના દર્શનાર્થે રાખવામાં આવેલ છે..(તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:19 pm IST)