Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

જામનગર : ખેડૂતોને ગોડાઉન સહાય મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા રાઘવજીભાઇ પટેલની રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૮ : ગુજરાત રાજયના કૃષિ મંત્રી આર.સી.ભાઇ ફળદુને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને ગોડાઉન સહાય બનાવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા રજૂઆત ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન)યોજના હેઠળ ખેડૂતોને સહાય અપાય છે. આ યોજનાની અમલવારીમાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. કારણ કે, રેતી, પથ્થર, સિમેન્ટ, લોખંડ, પતરા અને મજૂરી કામ તથા કડીયાકામના બિલો વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવે છે પરંતુ જે ખેડૂતો પોતાના મટીરીયલમાંથી ગોડાઉન બનાવવા ઇચ્છે છે તેઓને આ બિલો રજૂ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે અને જેના લીધે આ યોજના ફલોપ જવાના સંજોગો ઉભા થયેલ છે. માટે વહીવટીતંત્ર દ્વારા જે ખેડૂતની અરજી મંજુર કરાય છે તે કામ શરૂ કરે તે પહેલા કામના સ્થળે જઇ સર્વે નંબરનો જીયોટેગીંગ અને સાઇટ પર જઇ સ્થળ ખરાઇ કરી કામ શરૂ કરવાની સુચના આપવામાં આવે અને ત્યારબાદ કામ પુર્ણ થયે સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર મેળવી સહાયનું ચુકવણુ કરવામાં આવે તો ખેડૂતોને મુશ્કેલી વિના સહાય આપી શકાય તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:36 am IST)