Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પતિ ડરના માર્યો ભાગી જતા ધ્રોલની પરિણીતાનું અપહરણ કરી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭ : ધ્રોલમાં રહેતા અને નસીગ તરીકે નોકરી કરતા રપ વર્ષીય પરણિતાએ ધ્રોલના બે શખ્સો એ ફરવા ગયા હતા તે દરમ્યાન પતિને છરીની અણીએ તગેડી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તા.૧૬ના ધ્રોલના ગાંધીચોક થી પતિ – પત્નિ બંન્ને હરીપર ગામથી આગળ આવેલા મેલડી માતાજીના મંદિર દર્શન કરવા ગયા હતા ત્યારે બપોરના  ગોરડીયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે તેના પતિ માવો ખાવા રસ્તા પર ઉભા હતા ત્યારે હોન્ડા લઈ ડબલ સવારીમાં બે લોકો આવ્યા હતા અને પતિને તમે બેઈ અહીંયા શું કરો છો તેમ કહી ડરાવવા ધમકાવવા લાગ્યા હતા. અને પતિ – પત્નિ પાસેના મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા.

આ દરમ્યાન ધ્રોલના ગાયત્રી નગરમાં રહેતા કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદીન ઉર્ફે અજુડો જુણેજા નામના બંને શખ્સએ છરીની અણીએ મારી નાખવાની ધમકી આપી પતિ–પત્નિને તેની સાથે આવવા જણાવ્યું હતું. તેથી પત્નિને છોડ પતિ એકટીવા મૂકી બીકના માર્યો ભાગી ગયા હતા ત્યારે કાદર ઉર્ફે પોઢીયો ડખેર અને અઝરુદીન ઉર્ફે અજુડો જુણેજા એ પરણિતાને મોટરસાયકલમાં બેસાડી ગોરડીયા હનુમાનજીના મંદિર તરફ બાવળની ઝાળીમાં લઇ જઇ કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદીન ઉર્ફે અજુડો જુણેજા એ પરણિતા પર દુષ્કર્મ આચર્યાનું ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપતા ધ્રોલ પોલીસે કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદીન ઉર્ફે અજુડો જુણેજા નામના બંન્ને શખ્સો સામે અપહરણ કરી મોબાઈલ ઝુંટવી દુષ્કર્મ કર્યાની ફરીયાદ નોંધી છે. હાલ જામનગર પોલીસે ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા કાદર ઉર્ફે ઓઢીયો ડખેર અને અઝરુદીન ઉર્ફે અજુડો જુણેજા ની શોધખોળ હાથ ધરી છે.

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયાએ ટેલીફોન પર વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, બંન્ને આરોપીઓને સંકજામાં લેવા પોલીસને ટુંક સમયમાં સફળતા મળશે તેવી આશા છે.

(12:44 pm IST)