Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

દેવભૂમિ દ્વારકામાં આસો મહિને અષાઢી માહોલ : કમોસમી વરસાદથી ભાણવડમાં રસ્તામાં પાણી વળ્યાં : ખેડૂતોની વધતી ચિંતા

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ભાણવડ શહેરમાં કમોસમી વરસાદથી શહેરનાં રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતી વધારે કફોડી કરી છે.

(12:03 am IST)