Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જામનગર તનિષ્‍ઠ જવેલર્સના શો-રૂમમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ કરી સોનાના બ્રેસલેટની ચોરી કરી ફરાર

જામનગર : શુક્રવારે એસબીઆઈ બેંકના કેશિયરના કાઉન્ટરમાં રાખેલા .૨૦ લાખની રોકડની ચોરીનો બનાવ પામ્‍યો હતો. તો આજે જામનગરના તનિષ્ક જવેલર્સના શો રૂમમાંથી સેલ્સ ગર્લની નજર ચૂકવીને એક મહિલા સોનાના બ્રેસલેટની ચોરી કરી ફરાર થઇ ગઇ છે.

જામનગરના હોસ્પિટલ રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકના તનિષ્ક જ્વેલરી શો રૂમમાં આજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં શો રૂમમાં દાખલ થઇ  હતી અને સોનાના બ્રેસલેટ જોઈ રહી હતી ત્યારે સેલ્સ ગર્લની નજર ચૂકવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલી ચોર મહિલા સોનાનું બ્રેસલેટ લઈને નાસી છુટી હતી શો રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય, મહિલાની ચોરી તીસરી આંખમાં કેદ થઇ છે. આ અંગે  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી. શુક્રવારે એસબીઆઈ બેંકમાં લાખોની ચોરીની ઘટના બાદ આજે ફરીથી શહેરના પોશ વિસ્તારમાં આવેલ જ્વેલરી શોરૂમમાં ધોળે દહાડે ચોરીના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.  તેમજ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધી રહ્યા છે. એક દિવસ પહેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કેશિયરના કાઉન્ટરમાં રાખેલા લાખો રૂપિયા ચોરાઈ ગયા હતા. ચોરો પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે  હોય તેમ લાગી રહ્યું છે.

(12:21 am IST)