Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઉત્તરાયણ : પ્રકૃતિના પરિવર્તનનું પર્વ

હોળી અને વસંતની જેમ ઉત્તરાયણ એ પ્રકૃતિના પરિવર્તનનું પર્વ છે. સૂર્યનું કર્કમાં સંક્રમણ દરમિયાન અને મકરમાં સંક્રમણને ઉત્તરાયણ માનવામાં આવે છે. છ માસ સૂર્ય દક્ષિણાયન રહે છે અને છ માસ ઉત્તરાયણ રહે છે. આ ઉત્તરાયણના સમય દરમિયાન શિબિર, વસંત અને ગ્રીષ્મ ઋતુઓ આવે છે. એક બાજુ હેમંત અને શિશિરનો સંધિકાળ હોય છે. તો બીજી બાજુ સૂર્યનો દક્ષિણાયનથી ઉત્તરાયણ થવાનો સંધિકાળ હોય છે. દક્ષિણાયનમાં ચંદ્રમાં શકિતશાળી હોય છે. જયારે ઉત્તરાયણમાં સૂર્ય પ્રભાવશાળી હોય છે. ઉત્તરાયણના દિવસથી ઠંડી ઓછી થાય છે. દિવસ લાંબો અને રાત્રી ટૂંકી થવાની શરૂઆત થાય છે. જે સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. જેમાં પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે, તો બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરવામાં આવે છે.

પંજાબમાં લોહડી

પંજાબમાં લોહડી શીખ પરિવારો માટે ખૂબ જ મહત્વનો તહેવાર છે. આ લોહડી મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. દરેક વખતે ૧૩ જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરની અંદર નવી વહુ કે નવા જન્મેલા બાળકની પહેલી લોહડી હોય ત્યારે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં મોડી રાત્રે ખુલ્લી જગ્યાએ આગ સળગાવવામાં આવે છે. આખો પરિવાર અગ્નિની ચારે તરફ પ્રદક્ષિણા કરે છે ત્યારબાદ પ્રસાદ વહેîચવામાં આવે છે. નાચ - ગાનનો કાર્યક્રમ મોડી રાત્રી સુધી ચાલે છે.

આ રીતે આખો પરિવાર હસતા ગાતા લોહડી ઉજવણી કરે છે અને તેમનું આખુ વર્ષ આવી રીતે જ પસાર થાય તેવી પ્રાર્થના કરે છે.

આથી જ કાકાસાહેબ કાલેલકર કહે છે કે મકરસંક્રાંતિ એ દિવસનો રાત્રી ઉપર, તડકાનો ટાઢ ઉપર, પ્રવૃતિનો નિંદ્રા ઉપરનો વિજય, અષાઢ મહિનાથી દીર્ઘતામાં રાત્રીનો વિજય થતો હતો. દહાડે - દહાડે પ્રવૃતિ ઓછી થતી હતી. સર્વત્ર એક જાતિની ગ્લાનિ છવાઈ ગઈ હતી. સૂર્યના કિરણ ઓછા થતા હતા. ટાઢની કઠોરતા વધતી હતી. મહાત્મા સવિતા જણાવે છે કે બંદીવાસમાં પડી હતી. આપત્તિનો પણ અંત હોય છે, સૂર્યનું દક્ષિણ તરફનું સંક્રાંમણ પૂરૂ થયુ અને ઉત્તરાયણની શરૂઆત થઈ.ભારતના વિવિધ પ્રદેશોમાં ઉત્તરાયણ વિવિધ નામે ઓળખાય છે. આપણે જાઈયુ કે ગુજરાતમાં મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ વિશે જે આ ઉત્સવ કાઠીયાવાડમાં ખીહરકે ખીચડના નામથી જાણીતો છે. આ ઉપરાંત બીજા રાજયની વાત કરીએ તો...

તામિલનાડુમાં પોîગલ

આ તહેવાર તામિલનાડુમાં ‘‘પોîગલ’’ના નામથી ઉજવે છે. જેમાં આ પંચાગ અનુસાર પહેલી તારીખે આવે છે. આ તહેવાર તામિલનાડુમાં ખાસ કરીને ખેડૂતો માટેનો તહેવાર છે.

મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ

મહારાષ્ટ્રમાં આ દિવસે મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. તેમજ ઘરની સુખ - શાંતિ માટે મકરસંક્રાંતિથી વસંત પંચમી તેમજ ચૈત્ર માસના આખા મહિના સુધી હલ્દી કંકુનું આયોજન કરે છે.મકરસંક્રાંતિના દિવસે વિવાહીત મહિલાઓ અરસ - પરસ એકબીજાને હલ્દી કંકુનો ચાંદલો લગાવે છે. તલથી બનાવેલી મીઠાઈ ખવડાવે છે અને મહેમાન મહિઓને સુહાગની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપે છે. આ દિવસે દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે.આ રીતે દરેક ધર્મના લોકો જુદી - જુદી રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરે છે.

:: આલેખન :: પ્રો. ડો. માયા પ્રવિણચંદ્ર જાષી

એમ.એ.એમ.ફીલ, પીએચડી, સરકારી વિનયન કોલેજ, ભાણવડ, જી.

(2:14 pm IST)