Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પોરબંદરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ૪ યુવાનો ૩૬ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા., ૧૩: હરીશ સીનેમા પાસે મોબાઇલ ઉપર ક્રિકેટ મેચના રન ઉપર જુગાર રમતા મેહુલ ઉર્ફે ગેલો જગદીશ રાયચુરા, મનસુખ ઉર્ફે ડાકલો કલ્પેશ જયંતીભાઇ તથા વિજય લીલાને કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશભાઇ ગોરધનભાઇ નકુમે પકડી પાડેલ છે.

જુગાર રમતા શખ્સો પાસેથી ૪૪૩૦ રોકડ અને મોબાઇલ નંગ-પ સહીત કુલ ૩૬૪૩૦ નો મુદામાલ મળી આવેલ છે.

અપમાનીત કરીને માર માર્યો

વીરડી પ્લોટમાં રહેતા સાગર જીતુભાઇ ગોહેલે કીર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં ફરીયાદમાં જણાવેલ કે જીતુ જાડીયો જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માર મારીને ધમકી આપી હતી. (૪.૫)

 

(12:07 pm IST)