Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

મિલ્કત વેરો ભરવામાં 'દાંડાઇ' કરનારા આસામીઓને મોરબીમાં નોટીસો

મોરબી તા. ૧૩ : મોરબીમાં મિલકત ધારકો વેરા ભરવામાં ઉદાસીનતા દાખવતા હોવાથી તંત્ર દ્વારા વેરા વસુલાત માટે આકરી કાર્યવાહી કરવાની ફરજ પડે છે મોરબી નગરપાલિકાએ આવા વેરા બાકી હોય તે આસામીઓને નોટીસ ફટકારવાની શરૂઆત કરી છે અને મિલકત જપ્તી જેવી કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ટેકસ અધિકારી જણાવે છે.

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં ઘર, દુકાન સહિતની મિલકત ધરાવતા આસામીઓ વેરા ભરવામાં ઉદાસીન વલણ દાખવે છે ત્યારે પાલિકા તંત્ર પણ આવા આસામીઓ સામે કાર્યવાહી કરે છે. મોરબી નગરપાલિકા દ્વારા હાલ ૨૫ હજારથી વધુ વેરા ભરવાના બાકી હોય તેવા ૬૭૫ થી વધુ આસામીઓને નોટીસ પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં ૫૦ હજારથી લાખ રૂપિયા વેરા અને તેથી વધુ વેરા બાકી હોય તેવા આસામીઓને નોટીસ પાઠવાશે અને ત્યારબાદ પણ જો વેરો ભરવામાં ના આવે તો જપ્તી નોટીસો અપાશે તેમજ મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી નગરપાલિકાના ટેકસ વિભાગના અધિકારી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે.

(12:00 pm IST)