Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ગોંડલમા બે કરોડના ખર્ચે બની રહેલા સ્માર્ટ રોડનું ખાતમુહૂર્ત

ગોંડલઃ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા તથાં નગરપાલિકા તંત્ર દ્વારા 'આધુનિક ગોંડલ 'અંતર્ગત બની રહેલાં શહેરનાં મુખ્ય રાજમાર્ગ કહી શકાય તેવાં કોલેજચોક થી બસસ્ટેન્ડ સુધી આરસીસી રોડ તથાં પેવર બ્લોક સહીતની ફુટપાથોનું ખાત મુહુર્ત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ વેળાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ જણાવ્યું કે રૂ.બે કરોડ સોળ લાખનાં ખર્ચે બની રહેલો આ માર્ગ સ્માર્ટ રોડ બનશે.ફુટપાથો પર બેસવાંની બેન્ચો તથાં આકર્ષક વૃક્ષો દ્વારા માર્ગને મનોરમ્ય બનાવાશે.ખાતમુહુર્ત વેળાં કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,બાંધકામ કમીટી ચેરમેન કૌશિકભાઈ પડારીયા સહીત સદસ્યો હાજર રહ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:16 am IST)