Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાસ્મોની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

ખંભાળિયા,તા. ૨૦: દેવભૂમિ દ્વારકા 'જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ'ની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને તારીખ ૧૯-૧૧-૨૦૨૦ના રોજ મળેલ હતી.

વાસ્મોના યુનિટ મેનેજરશ્રી જે.જી.સિંહોરાએ તાંત્રિક મંજુરી મળેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની દરખાસ્તોની તારીજ રજુ કરી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળીયા વગેરે તાલુકાના ગામોમાં કુલ ૮૧૯૨ હાઉસ કનેકશન માટે રૂ.૧૩૩૮.૫૯ લાખના કામો મંજુર કરવા દરખાસ્ત રજુ કરી હતી.

આ બેઠકમાં દ્યેર-દ્યેર નળ દ્વારા પાણી પુરવઠો પુરો પાડવા માટેની લોકફાળા આધારીત ૧૭ ગામોની વાસ્મો યોજના અંદાજીત રકમ રૂ ૧૩૩૮.૫૯ લાખની મંજુર કરવામાં આવી જેમા ૮૧૯૨ નળ જોડાણનો સમાવેશ કરવામાં આવેલ છે, તેમજ ડીડીઓશ્રી દ્વારા પ્રગતી હેઠળના ૪૦ ગામોની યોજનાની સમીક્ષા કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારશ્રી દ્વારા નલ-સે-જલ યોજનામાં જિલ્લાના તમામ ગામોને ૧૦૦ ્રુ નળ જોડાણ આપવાનું જે લક્ષ્યાંક આપેલ છે તે અંગે આ કામગીરી સરકારશ્રીના લક્ષ્યાંક મુજબ સમય મર્યાદામાં પુર્ણ કરવા સુચના આપી તેમજ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, પી.એચ.સી. સંસ્થાઓ તથા આંગણવડીઓમાં વાસ્મો યોજના પુર્ણ કરતી વખતે પાણીનુ નળ કનેકશન આપવા જરૂરી સુચના આપવામાં આવેલ હતી.

આ બેઠકમાં પા.પુ-બોર્ડ, વાસ્મો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના લગત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. 

(11:07 am IST)