Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

તહેવારો ટાળે ભુજમાં પાણીની સમસ્યા : મહિલાઓ સહીત રહીશોનો પાલિકા કચેરીએ હલ્લાબોલ

પ્રમુખની ચેમ્બરમાં ઘેરાવ : મતનો બહિષ્કારનો નિર્ણય કરવા ચીમકી : પાણીના સંગ્રહશક્તિના અભાવે સર્જાતી સમસ્યાનો ઉકેલ જરૂરી

ભુજના પ્રમુખસ્વામી નગર વોર્ડ નંબર 11 ઓધવવંદના પાર્ક વિસ્તારમાં છેલ્લા બે માસથી એક સપ્તાહે પાણી વિતરણ થઈ રહ્યું છે. પહેલા દર ચોથા દિવસે પાણી વિતરણ થતું હતું. આજે મહિલા મોચરો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. મહિલા પ્રમુખ લતાબેન સોંલકીની ચેમ્બરમાં ઘેરાવ કરીને રજૂઆત કરાઈ હતી

પાલિકાએ જણાવ્યુ હતું કે, 48 એમએલડી પાણીની જરૂરિયાત સામે 36 એમએલડી પાણી મળે છે. ઉપરાંત સંગ્રહ માટેના ટાંકા પણ ઓછા હોવાથી પાણી વિતરણમાં સમસ્યા છે. જોકે ત્રણ માસમા નવા ટાકાનું કામ પુર્ણ થતાં સમસ્યા દુર થઈ જશે. આ ખાતરી છતાં નારાજ રેહવાસીઓએ કહ્યું હતું કે, જો પાણી નહી મળે તો ભાજપને હંમેશા ચૂંટણીઓમાં સાથ આપતા લોકો મતનો બહિષ્કારનો નિર્ણય કરશે.

પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા મહિલાઓએ જણાવ્યુ હતુ કે, પાણી સમસ્યા દિવસને દિવસે વધી રહી છે. આઠ માસ પહેલા રજૂઆત કરી ત્યારે ચોથા દિવસે પાણી મળતુ થયું હતું. હવે એક સપ્તાહે પણ પાણી મળતુ નથી. પુરતા પ્રેસર સાથે પાણી વિતરણ ન થવાથી ટાંકા ખાલી રહી જાય છે. રહેવાસીઓને ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. તહેવારો ચાલી રહ્યા છે. તેમજ કોરોના કાળમાં સતત ખાનગી ટેન્કર પોસાય તેમ નથી.

નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોંલકીએ જણાવ્યું હતું કે, નારાજગી સાથે આવેલા રહેવાસીઓને અમે ખાતરી આપી છે. ચાર નવા ટાંકાનું બાંધકામ ચાલુ છે. આ ટાંક થઈ જતા વોર્ડ નંબર 11ની સંગ્રહ શકિત વધી જશે એટલે પાણ વિતરણ બે કે ત્રણ દિવસે કરાશે. ભૂજ શહેરમાં દૈનિક 48 એમએલડી પાણાીની જરૂરિયાત સામે 36 એમએલડી પાણી મળે છે. 12 એમલએડી પાણીની ઘટ હોવાથી સમસ્યા છે. હાલ તહેવારોમાં સતત પાણી માટે રજૂઆત કરાઈ છે.

(1:17 pm IST)