Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નૃત્ય એક અદભુત વિદ્યાઃ પૂ. મોરારીબાપુ

ગિરનાર પર્વત ઉપર આયોજીત 'માનસ જગદંબા' શ્રી રામકથાનો ચોથો દિવસઃ પૂ.પાંડુરંગ શાસ્ત્રીજીને ભાવાંજલી અર્પી : કાલે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યો ત્યારે ભાષ થયો કે, મા અંબાજી ટુપથી નીચે આવ્યા અને ગંગા કમંડલ કુંડલા આવ્યાઃ શ્રીકૃષ્ણ ભગવાનનો રાસ દેખાણો - નરસિંહ મહેતા ગિરનાર પર્વત ચડી ગયાઃજાણે કે આખો ગિરનાર ઘુમ્યો

જુનાગઢ : તસ્વીરમાં પૂ.મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : ગિરનાર પર્વત પર કમંડલ કુડ ખાતે આજે ૪ થા દિવસેે  મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ. માનસ જગદંબા રામકથામાં પુ. બાપુએ શ્રી રામની સ્તુતીનું ગાન કરી કથા શરૂ કરી હતી.

પુ. બાપુએ જણાવ્યું હતું કે ગઇકાલે પુ. પાંડુરંગ દાદાનો જન્મદિવસ હતો. તેમની સાથે સહજ વાત્સલ્ય મુલાકાત કરેલ તેની ચેતનાને પ્રણામ અને હૃદયની ભાવાંજલી સર્મપિત કરુ છુ રૂખડ બાવાને યાદ કર્યા હતા.

રૂખડ બાવા હળવે હળવે પ્રાચીન ભજનનું ગાન કરેલ. પુ.બાપુએ પોતાના ભાવથી કે રૂખડ બાવાનો જન્મદિવસ કયાં હશે. આજે ચોથુ નોરતુ રૂખડ જયંતિ છે. માની લ્યો કભી બાદલ બનકર કભી ધુપ બનકર નિરંતર પરિવ્રતીક રહે છે તે  રૂખડ કહેવાય છે.

દેશકાળમાં દરેક સાધુ જાણે કે છે કે દરેક વસ્તુ બંધન છેે વૈરાગ્ય  આવી જાય ત્યાં  સહિત રોકાવુ નહી ના ભીનુ વૈરાગ્ય વિરાટ છે યોગેશ્વર ક્રિષ્નના રૂપમાં.

પ્રત્યેકના હૃદયમાં ઇશ્વર બેઠો છે જે મહેસુસ નહી કરે ત્યાં સુધી રાગદ્રેશ બનશે. વૈરાગ ન આવે ત્યાં સુધી ભાગવુ નહી ઉપનિષદનો સંદેશ છે.

નવનાથની આ ભુમિ છે. કાલે મોતી કિર્તન કરતો હતો ત્યારે એકક્ષણ મા અંબાજીની રૂપથી આવી ગંગા કમંડલ કુંડમાં આવી કૃષ્ણનો રાસ દેખાણો નરસિંહ મહેતા ગિરનાર ચડી ગયો કાલે મને આવો ભાષણ થયો કોઇને એવું લાગ્યુ ગિરનાર ઘુમે છે.

મને લાગ્યુ બધા ઉભા ઉભા નાચે તો હું પણ ઉભો થઇ ગયો હું બહાર નીકળી જોતો તો આમાંથી કોઇ તુ નથી રહયું ને આત્મા નર્તક છે.

ઓશોએ પણ કહયું હતુ નૃત્ય અને નર્તક એવા છે નર્તક વિના નૃત્ય આત્મા નર્તક છે કૃષ્ણ મીરા નરસિંહ મહેતા નારદ પણ નાચ્યા હતા. મહાદેવ નાચ્યા તાંડવા નૃત્ય તો બાપ નૃત્ય એક વિદ્યા છે.

મધ્યકાલમાં નૃત્ય રહિ કોઇની સરિત જોઇએ તો સ્તંભીત થઇ જાય છીએ કે આ રૂપ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે સાઉથના મંદિરમાં ચરણના દર્શન કરાવે રામરૂપ પ્રગટ થયા તેની ચોપાઇ ગઇ ચહેરા શરદ ઋતુનાં ચાંદ જેવો દેખાય છે.

હતની ચરણ ધુલીથી આ ગિરનાર પારસમણી થયો છે આકાશના માંડવાનું ગિરનાર તોરણ છે સહજ રીતે સાંપડયુ છે એટલું પર્યાપ્ત છે આંગણે આવી ચડયુ છે.

રંજ દરીયો દુર છે એનો નથી એક ધાર પર્યાપ્ત છે.

આમ અંદરથી બધા થીજી ગયા છે  છતાં આપણુ ટોળે વળ્યું છે જયાં સુધી અફસોસ કરશુ આમને નથી આવડતુ ગીત ગાતા આવડે એટલું પર્યાપ્ત છે ઇશ્વરના કાન દશ દિશા છે. પ્રાપ્ત હોય જે અહીં પર્યાપ્ત હોય છે. સમજાય તો આ શોધ સહુ સમાયા હોય  છે. મુકી દો માંપ માપવાનું હો દુરના પણ પોતાના લાગશે તુષાર શુકલની કવિતા યાદ કરી હતી.

(1:01 pm IST)