Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમરેલીમાં ભારતરત્ન ડો. અબ્દુલ કલામના જન્મદિનની અનોખી ઉજવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦ : ૧૫ મી ઓકટોબર એટલે લોકો ના રાષ્ટ્રપતી, મિસાઈલ મેન અને વિદ્યાર્થીઓ અને યુવાનો ના આદર્શ એવા ભારતરત્ન ડો. કલામ સાહેબ નો જન્મદિવસ. ડો. કલામ સાહેબ ના જન્મદિવસ ને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે સમગ્ર વિશ્વ માં ઉજવવાંમાં આવે છે ત્યારે  દરેક વર્ષની માફક આ વર્ષે પણ ડો.કલામ ઇનોવેટીવ વર્ક દ્વારા કલામ સાહેબના ૯૦ માં જન્મદિવસ નિમિતે રાજયની ૯૦ ઇન્સ્ટિટ્યૂટ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે કલામ કો સલામ સેમીનાર ના માધ્યમ થી કલામ સર ના પ્રેરણાદાયી ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. આ લાઈવ વેબીનાર માં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કલામ પ્રેમીઓ જોડાયા હતા. જાણીતા મોટીવેશનલ સ્પીકર અને ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલીના ફાઉન્ડર શ્રી કેવલસર દ્વારા વિદ્યાર્થીઓને કલામ સાહેબના જીવન કવન પર ખૂબ પ્રેરણાત્મક ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. આ અનોખી ઊજવણી માટે કલામ પ્રેમીઓ અને સમાજ ના શ્રેષ્ઠીઓ તરફથી અભિનંદન ની વર્ષા થઇ રહી છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડો. કલામ ઈનોવેટિવ વર્ક ના પંડ્યા પ્રિતિશ, જય કાથરોટિયા, ઉમંગ જોશી, ભાર્ગવ ખત્રી આશિષ કોટેચા એ ખૂબ જેહમત ઉઠાવી હતી અને સાથે કાર્યક્રમ ને સફળ બનાવવા અમરેલી ડીસ્ટ્રિકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ના નિલેશભાઈ પાઠકનો ખૂબ સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો તે માટે ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી તેમનો વિશેષ આભાર વ્યકત કરે છે તેવું પંડ્યા પ્રિતિશ ભાઇ ની યાદી માં જણાવવામાં આવ્યું છે.

(12:58 pm IST)