Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ધારી વિધાનસભા ચૂંટણીમાં ૧૧ ઉમેદવારો મેદાનમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦: ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમી ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસે અપક્ષ ઉમેદવાર ચતુરભાઇ પરસોતમભાઇ રૂડાણીએ ઉમેદવારી પાછી ખેંચતા હવે કુલ ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ભાજપના જે. વી. કાકડીયા, કોંગ્રેસના સુરેશ કોટડીયા, રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીના કનુભાઇ અઘેરા, યુવા જન જાગૃતી પાર્ટીના કપીલભાઇ કાળુભાઇ વેગડા અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ભુપતભાઇ ઉનાવા તથા અપક્ષ ઉમેદવારોમાં ઇમરાનભાઇ પરમાર, પીયુષકુમાર ઠુંમર, પ્રવિણભાઇ ગેડીયા, બાવકુભાઇ વાળા, નાનાલાલ મહેતા, રામજીભાઇ માઘડ મેદાનમાં રહ્યા છે તેમના વચ્ચે ચુંટણી જંગ લડાશે.

(12:54 pm IST)