Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વરસાદ,તડકો જેવા કુદરતી પરીબળો સામે ખેડૂતોની જણસોનું રક્ષણ થશે, વેપારીઓની સગવડતા વધશે

વિછીંયાના યાર્ડમાં ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું કુંવરજીભાઇના હસ્તે ભૂમિ પૂજન

રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું રાજયના પાણી પૂરવઠા, પશુપાલન અને ગ્રામ વૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ જણાવ્યું કે આ શેડ તૈયાર થયે વરસાદ, તડકો જેવા કુદરતી પરીબળો સામે ખેડૂતોની જણસોનું રક્ષણ થશે. તેમજ ખેડૂતોની ઉપજ ખરીદતા વેપારીઓને પણ સગવડતા રહેશે. તેમણે ઉમેર્યુ કે આવનાર દિવસોમાં વિછીંયાનું યાર્ડ ટેકાના ભાવથી ખરીદીનું સેન્ટર બને તે માટેની પ્રક્રિયા ચાલુ છે પરિપૂર્ણ થતાં યાર્ડના વિકાસ સાથે અન્ય વેપાર-ધંધાનો પણ વિકાસ થશે.

કેન્દ્ર અને રાજય સરકારની યાર્ડના વિકાસ માટે યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત યાર્ડના સભ્યોને વિશેષ રસ લેવા મંત્રીશ્રી બાવળીયાએ હિમાયત કરી હતી. આ તકે  તેઓ દ્વારા કિસાન સન્માન યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના વગેરે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી.

વિછીંયા બજાર સમિતિના વાઇસ ચેરમેન વસરામભાઇ કોરડીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં યાર્ડની પ્રવૃતિઓ અને કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જયારે યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઇ જોગરાજીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

 આ પ્રસંગે યાર્ડના કાર્યકારી સેક્રેટરી  યોગેશભાઇએ સ્વૈચ્છિક નિવૃતી લેતા તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી મંત્રી  કુંવરજીભાઇ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  યાર્ડમાં બંધાનારા ફાર્મર શેડની વિગતો આપના સેક્રેટરી આર.જી.કાનેરીયાએ કહ્યું કે આ શેડની ઉંચાઇ ૧૪ ફુટની છે જયારે લંબાઇ ૬૦ મીટર અને પહોળાઇ ૨૬ મીટરની ગેલ્વેનાઇઝ રૂફવાળો હયાત ઓટા પર ડોમ તૈયાર થશે.

આ કાર્યક્રમમાં યાર્ડના ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

(11:42 am IST)
  • અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચીના પરિવાર સાથે સંકળાયેલ મુંબઈમાં આવેલ એક સિનેમાઘર, એક હોટલને એક ફાર્મ હાઉસ તથા ચણાઈ રહેલી હોટલ ઉપરાંત ૩II એકરના પંચગીનીમાં આવેલ બે બંગલા અને બેંક બેલેન્સ મળી ૨૨.૪૨ કરોડની સંપતિ ઈડીએ જપ્ત કરી છે access_time 5:50 pm IST

  • ઉત્તર પ્રદેશની યોગી સરકારનું ' મિશન શક્તિ અભિયાન ' : પ્રથમ નોરતાથી શરૂ કરાયેલા અભિયાનના બે દિવસમાં જ પરિણામ : મહિલાઓ ઉપર બળાત્કાર કરનાર 14 આરોપીઓને ફાંસી : 20 અપરાધીઓને આજીવન જેલ access_time 1:14 pm IST

  • પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલમાં એન્ટ્રી ઉપર હાઇકોર્ટની રોક : 22 ઓક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા માટે પંડાલમાં લિમિટેડ લોકો જ જઈ શકશે : નાના પંડાલમાં 15 અને મોટા પંડાલમાં 25 લોકો માટે જ પ્રવેશ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જાહેર જનતા માટે પંડાલ ખુલ્લા મુકવામાં આવે તો સંક્ર્મણમાં 3 થી 4 ગણો વધારો થઇ શકે તેવી તબીબોની ચેતવણીને ધ્યાને લઇ નામદાર કોર્ટનો આદેશ access_time 5:40 pm IST