Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરેન્દ્રનગરમાં ત્રણ મહીના પહેલા થયેલ કાર ચોરીનો આરોપી રાજસ્થાનથી ઝબ્બે

વઢવાણ, તા., ૨૦: તાજેતરમાં ગઇ તા.ર૦-૨૧/૭/ર૦ર૦ના રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચરો ઇસમોએ વઢવાણ ૮૦ ફુટ રોડ ભકિતનંદન સર્કલ પાસે સિધ્ધેશ્વર પાર્ક સોસાયટીમાંથી મહીન્દ્રા સ્કોર્પીયો કાર રજી.નંબર જીજે-૧૮-૯૧૩૩ વાળી ઘર પાસે લોક કરી પાર્ક કરેલ ત્યાંથી ચોરી કરી લઇ ગયેલ જે અંગે સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧ર૧૧૦૫૬ ૨૦૦૪૬૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ.

સદર ગુન્હો અનડીટેકટ હોય પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ એલસીબી પો.ઇન્સ. ડી.એમ.ઢોલની આગેવાનીમાં પો.સબ. વી.આર.જાડેજા તથા એલસીબી ટીમ દ્વારા સદર ગુન્હો ડીટેકટ કરી ચોર મુદામાલ શોધી કાઢવા માટે તપાસ હાથ ધરવામાં આવેલ. પ્રથમ સુરેન્દ્રનગર જીલ્લામાંથી અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમો જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની હાલની પ્રવૃતી અંગે માહીતી મેળવી. ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા સુરેન્દ્રનગર ટાઉનમાં સરકારશ્રીના ગુજસાસ પ્રોજેકટ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી ટેકનીકલ ઇન્ટેલીજન્સ તથા હ્યુમન સોર્સથી ચોક્કસ માહીતી મેળવી ચોર મુદામાલ શોધી કાઢવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

તપાસના અંતે સદર સ્કોર્પીયો ચોરીમાં રાજસ્થાન રાજયના સાંચોર વિસ્તારના આરોપીઓની ગેંગ સંડોવાયેલ હોવાનું સ્પષ્ટ થતા એલસીબી ટીમ દ્વારા સાંચોર વિસ્તારમાં ધમા નાખી સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઓમપ્રકાશ ભગવાનારામ વાગતારામ દાસ બીશ્નોઇ ઉ.વ.ર૬ ધંધો વેપાર રહે. પુર, દારા કી ધાની તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન વાળાને પકડી પુછપરછ કરવામાં આવેલ. પ્રથમ તો આરપીએ પોતે નહી હોવાની હકીકત જણાવી અંતે મજકુર આરોપી ભાંગી પડેલ અને સદર સ્કોરપીયો ચોરી પોતે તથા પોતાના સાગરીતો ઓમપ્રકાશ ખંગાારામ ખીલેરી બિશ્નોઇ રહે. જાબ તા.ચિતલવાના જી.ઝાલોર તથા પિન્ટુ ખીલેરી રહે. શેડવા તા.શેડવા જી.બાડમેર વાળો એમ ત્રણેય ઓમપ્રકાશની અલ્ટો કાર નં. આર.જે.૪૬-સીએ-૧૭૧૪ વાળી લઇને સાંચોરથી સુરેન્દ્રનગર મુકામે આવી સદર ચોરીને અંજામ આપેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એ.એસ.આઇ. ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા પો.હેઙ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

(11:38 am IST)