Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પોરબંદર : વચગાળાના જામીન ઉપરથી ફરાર ખૂન કેસનો કેદી ઝડપાયો

પોરબંદર,તા. ૨૦: જામનગર જિલ્લા જેલના ખુન કેસના કેદી બાબુ રાજા ઓડેદરા રે. ફટાણા પોરબંદર વાળો વચગાળાના જામીન ઉપરથી ફરાર થઇ જતા પોલીસે પકડી પાડેલ છે. આરોપીને આશરો આપનાર ૬ શખ્સો સામે અલગ ગુન્હો નોંધાયો છે.

પોલીસ મહાનિદેશકની કચેરી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરની કચેરી તરફથી રાજયના પેરોલ/ફર્લો વચગાળાના જામીન, પોલીસ જાપ્તા માંથી તથા જેલ માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદશર્ન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની દ્વારા પેરોલ/ફર્લો સ્કોડ તથા એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની અલગ અલગ ટીમોને કામગીરી સોંપવામાં આવેલ તે દરમ્યાન આજરોજ ઇ/ચા પોલીસ સબ ઇન્સ. એચ.સી.ગોહિલ પેરોલ ફર્લો સ્કોડ તથા એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એન.એમ.ગઢવી નાઓને બાતમીરાહે હકિકત મળતા છેલ્લા દસેક મહિનાથી બગવદર પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નંબર- ૪૬/ર૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૦ર, ૩૦૭ વિ.ના કામે જામનગર જિલ્લા જેલના કાચા કામના આરોપી બાબુ રાજા ઓડેદરા રહે. ફટાણા ગામ તા.જી. પોરબંર વાળોફરાર હોય તેને દેવભુમી દ્રારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના લાલપરડા ગામની સીમમાં વિજય હાથીયા ખુંટીની વાડીએ ઝડપી પાડેલ અને મજકુરને જેલમાં જમા કરાવતા પહેલા કોવિડ-૧૯ રીપોર્ટ કરાવવો જરૂરી હોય પોરબંદર લાવી પુછપરછ કરતા મજકુર છેલ્લા દસેક માસથી વચગાળાના જામીન ઉપર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઇ ફરાર હોવાછતાં અજય (૧) આવડા રાજા ઉર્ફે (૩) લાખા રાજા ઉર્ફે પોલાભાઇ ઓડેદરા (ર) પોરબંદર .જી.આંબારામા તા .રામદે મોઢવાડીયા રહે વિજય હાથીયા (૬) પ્રતાપ દેવશીભાઇ ઓડેદરા (૫) લખમણ રાજા ઉર્ફે પોલાભાઇ ઓડેદરા (૪) પોલાભાઇ ઓડેદરા ખુંટી રહેદેવભુમી દ્રારકા .જામકલ્યાણપુર જી .તમામ જામ ખીરસરા તા . વાળાઓએ રોકડ રકમ તથા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી મદદગારી કરી આશરો આપેલ હોય તમામ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કરાવેલ છે અને આરોપી બાબુ રાજા ઓડેદરાને જામનગર જિલ્લા જેલ ખાતે રહેવા મોકલી આપેલ છે.

સદરહું કામગીરી પીએસઆઇ એચ.સી.ગોહિલ, તથા એન.એમ.ગઢવી એલસીબી તથા પીએસઆઇ  આર.પી.જાદવ, પોલીસ કોન્સ. પ્રકાશભાઇ નકુમ, દેવેન્દ્રસિંહ ગોહિલ, સંજયભાઇ ચૌહાણ, વિજયભાઇ જોશી, મહેશભાઇ શીયાળ તથા મોહિતભાઇ ગોરાણીયા, તથા રવિરાજસિંહ બારડ, કરશનભાઇ મોડેદરા વિગેરે એસ.ઓ.જી./એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(11:37 am IST)