Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામનગરના સિકકા રોડ ઉપર ગાંજાના જથ્થા સાથે ર ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ :.. પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જિલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરતા એસ. ઓ. જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ. એસ. નિનામા સા. ના. માર્ગદર્શન મુજબ પો. સ. ઇ. આર. વી. વીંછીના નેતૃત્વ વાળી ટીમના પોલીસ હેડ કોન્સ. રમેશભાઇ સોમાભાઇ ચાવડાને મળેલ ખાનગી બાતમી આધારે સિકકા શ્રીજી સોસાયટી, પાણીના ટાકા પાસે રીલાયન્સ એમ. ટી. એફ. થી આગળ સિકકા તરફ જવાના રોડ ઉપર હુસેન હસનભાઇ આમલા રહે, જોડીયા ભુંગા જામનગર જાતે વાઘેર સિકકા ખાતે રહેતા જાકુબ કાસમભાઇ લોરૂને ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજાના વેચાણ અર્થે આપવા આવે છે.

ઉપરોકત જગ્યાએ વોચમાં રહેતા જોડીયા ભુંગા જામનગરમાં રહેતા હુસેન વાઘેર ગાંજો લઇ અને સિકકા ખાતે રહેતા જાકુબ લોરૂને આપતો હોય જેથી સદરહુ સ્થળે પંચો સાથે રેઇડ કરતા મજકૂર બન્ને ઇસમો પાસેથી ગે. કા. કેફી માદક પદાર્થ ૧ કિલો ગાંજો ૩૦૦ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી. રૂ. ૧,૪૧,૦૦ સાથે પકડી અને મજકુર વિરૂધ્ધ સિકકા પો. સ્ટે. એન. ડી. પી. એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ પો. સ. ઇ. શ્રી સિકકા પો. સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

આ કાર્યવાહી એસ. ઓ. જી. પોલીસ ઇન્સ. એસ. એસ. નિનામા તથા પો. સ. ઇ. વી. કે. ગઢવી, આર. વી. વિંછી તથા એસ. ઓ. જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(3:07 pm IST)