Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મુર્તિઓના વિસર્જન સાથે ગણેશ મહોત્સવનો વિરામ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે હૈયે ગણેશજીની મુર્તિઓને વિદાય અપાઇ

પ્રથમ તસ્વીરમાં ગોંડલ તથા બીજી અને ત્રીજી તસ્વીરમાં વાંકાનેરમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરાયું. તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), હિતેશ રાચ્છ- (વાંકાનેર)

રાજકોટ,તા. ૨૦: ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ગણેશ મહોત્સવને કાલે રવિવારે વિરામ અપાયો છે. ભારે હૈયે ભાવિકોએ ગણેશજીની મુર્તિઓને પાણીમાં પધરાવી હતી.

ગોંડલ

ગોંડલ : શ્રી ગણેશ ઉત્સવ પુરો થયો હતો ત્યારે ગોંડલશ્રી જમનાબહેનની હવેલી વાળા અને અમર ગ્રુપ દ્વારાશ્રી ગણેશજીની મુર્તિઓનું વિસર્જન વોરા કોટડામાં કરાયું હતું.

જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : જસદણમાં રવિવારે બપોર બાદ ગણપતિદાદાનું વાજતેગાજતે વિસર્જન કરાયું હતું. ગણપતિ મહોત્સવ બાદ આજે જસદણમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રસાશન દ્વારા તમામ વ્યવસ્થા કરી લોકોએ ગણપતિ મહારાજને કહ્યુ ગણપતિ બાપ્પા અગલે બરસ તુમ જલદી આનાના નાદ ગુજ્યાં હતા.

વાંકાનેર

વાંકાનેરઃવાંકાનેરમાં પંચાસર રોડ નજીક ધર્મનગરમા આવેલ ધર્મ નગર સોસાયટીમા સ્વં શ્રી મહેશભાઈ પંડ્યાના નિવાસ સ્થાને 'પંડયા પરિવાર' દ્વારા શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી ભકિતભાવ પૂર્વક કરવામાં આવેલ હતી. શ્રી ગણેશ ચતુર્થીના વાજતે, ગાજતે શ્રી ગણપતિદાદાની મૂર્તિ ઘરે લઈ આવી વિશેષ પૂજન અર્ચન કરેલ જયાં દસ દિવસ થી દરરોજ સવાર, સાંજ શ્રી ગણપતિદાદાની આરતી કરવામાં આવતી હતી તેમજ સાંજે આરતી મા આ સોસાયટીના રહેવાસીઓ આરતી અને દર્શન નો લાભ લેતા હતા તા.૧૮ ને શનિવારના રોજ 'શ્રી ગણપતિદાદા ની દીપમાળા સાથે મહા આરતી' કરવામાં આવેલ હતી તેમજ તા,૧૯ મીના રવિવાર ના સાંજે પંડ્યા પરિવારના નિવાસ સ્થાને થી પંડ્યા પરિવાર તેમજ ધર્મ નગર સોસાયટી ના સર્વે બહેનો સાથે વાજતે, ગાજતે 'ગણપતિબાપા મોરિયા' એક દો તીન ચાર ગણપતિ નો જય જય કારના ઘોષ સાથે વાંકાનેર નજીક વડસર તળાવ મા શ્રી ગણપતિદાદાની મૂર્તિનું વિસર્જન શ્રદ્ઘા પૂર્વક કરૃંણ પ્રસંગે દ્રશ્યો વચ્ચે કરવામાં આવેલ હતું. આ પ્રંસગે શ્રી પ્રકાશભાઈ પંડ્યા, શ્રી લાલાભાઈ, શ્રી પરીક્ષિતભાઈ પંડ્યા તથા પંડ્યા પરિવાર તેમજ ધર્મ નગરના રહેવાસીઓએ લાભ લીધેલ હતો.

(11:58 am IST)