Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોડીનારના છાછર ગામે જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપીની જામીન અરજી કોર્ટે રદ કરી

કોડીનાર,તા. ૨૦: કોડીનાર તાલુકાના છાછર ગામે અનુ.જાતિના શખ્સે વેચાણ કરી આપેલી જમીન ઉપર ફરીથી બિનકાયદેસર કબ્જો કરી યેનકેન પ્રકારે જમીન પચાવી લેતા આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેડિંગ એકટ હેઠળ ફરીયાદ નોંધાઇ છે.આ અંગે કાંતિભાઈ અરજણભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદ માં જણાવ્યા મુજબ આજ થી ૨૧ વર્ષ પહેલા ૧૪/૮/૨૦૦૨ ના રોજ કાંતિભાઈ ની માતા પૂતળીબેને પ્રતાપ લખમણભાઈ રાઠોડ પાસે થી છાછર ગામ ની સિમ માં આવેલ સર્વે નંબર ૧૨૪ પૈકી ૧ ની ખેતી ની જમીન રૂ. ૭૭૦૦૦/- માં ખરીદ કરી દસ્તાવેજ કરી લીધા બાદ આજ થી સાતેક વર્ષ પહેલા પ્રતાપ લખમણ રાઠોડે અમે ખરીદ કરેલી જમીનમાં ગેર કાયદેસર પ્રવેશ કરી આ જમીન મારી છે,અહીંથી નીકળી જાવ નહિતર અહીં જ મારીને દાટી દઈશ કહી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ જમીન અમો એ તમારી પાસે થી ખરીદ કરી લીધી હોવાનું કાંતિભાઈ એ કેહતા પ્રતાપ રાઠોડે એકદમ ઉશ્કેરાઈ જઈ મારવા દોડતા અને આ દ્યટના બાદ અવારનવાર જમીન ખાલી કરવા રજુઆત કરતા પ્રતાપ દ્વારા એટ્રોસીટી ના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકીઓ આપી કાંતિભાઈ ઉપર કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી તેમને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી તેમની જમીન ઉપર કબ્જો કરી લીધો હોય કાંતિભાઈ અરજણભાઈ પરમારે એડવોકેટ સમીર દામોદરા સાથે રહી પ્રતાપ રાઠોડ વિરુદ્ઘ લેન્ડ ગ્રેન્ડીંગ હેઠળ ફરીયાદ નોંધાવતા કોડીનાર પોલીસે આરોપી ને ધરપકડ કરી કોર્ટ માં રજુ કરતા એડિશનલ સેશન્સ જજ શ્રી બી એલ ચોઇથાનીએ સરકારી વકીલશ્રી કે.ડી. વાળાની દલીલ ધ્યાન રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ છે. 

(11:53 am IST)