Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઉપલેટા યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલના ખેડૂત વિભાગના ૧૦ અને રૂપાંતરમાં બે વિજેતા

રાદડીયાની ભાજપ પ્રેરીત પેનલનો જવલંત વિજય

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ર૦ :.. ગત તા. ૧૭-૯ ના રોજ યાર્ડની રસાકસીભરી ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ વેપાર વિભાગની ૪ ખરીદ વેચાણ રૂપાંતર વિભાગની ર સીટ માટે ૩૭ ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મની ચકાસણી બાદ ખેડૂત વિભાગમાંથી ર૧ વેપારી વિભાગમાંથી ૧૧ અને ખરીદ વેચાણ રૂપાંતરમાં કુલ પ મળી ૩૭ ફોર્મ માન્ય રહયા હતા તેમાં ફોર્મ ખેંચવાની મુદત દરમ્યાન વેપારી વિભાગના ભાજપની પેનલ સિવાયના તમામે ફોર્મ પાછા ખેંચી લેતા ચાર સભ્યો બિનહરીફ જેમાં નિકુલભાઇ ચંદ્રવાડીયા, વિનુભાઇ ઘેટીયા, હરસુખભાઇ પાડલીયા, કિશોરભાઇ બાબરીયા થયેલ હતા જયારે ખેડૂત વિભાગમાં ભારતીબેન બાબરીયાએ અને ખરીદ વેચાણ સંઘ રૂપાંતર વિભાગની બે બેઠકમાં અશોકભાઇ લાડાણીએ ફોર્મ પાછા ન ખેંચતા  શુક્રવારના રોજ ખેડૂત વિભાગની ૧૦ અને રૂપાંતર વિભાગની ર બેઠક માટેની ચૂંટણી થતાં જયેશભાઇ રાદડીયાની ભાજપ પ્રેરીત પેનલ સભ્યો જંગલી લીડથી ચૂંટાઇ આવેલ છે.

જેમાં ખેડૂત વિભાગમાંથી સંજયભાઇ માકડીયા, હરીભાઇ ઠુંમર, જમનભાઇ ગેડીયા, રમેશભાઇ ખાંટ, ગોપાલભાઇ સખીયા, પરેશભાઇ ઉચદડીયા, વલ્લભભાઇ મુરાણી, રણમલભાઇ વામરોટીયા, બાબુભાઇ હુંબલ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને જયારે રૂપાંતર વિભાગમાં દલપતભાઇ માકડીયા અને જયંતિભાઇ બરોચીયા તમામ ભાજપ પ્રેરીત પેનલના ચૂંટાઇ આવેલ છે.

(11:50 am IST)