Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરેન્દ્રનગરના આગેવાન મયુરભાઇ પાટડીયાની પ્રદેશ ભાજપ સફાઇ કામદાર સેલમાં નિમણુંક

સુરેન્દ્રનગર તા.૨૦ : સુરેન્દ્રનગર ના સફાઈ કર્મચારીઓ ના આગેવાન મયુર પાટડીયા ની પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલમાં નિમણૂંક કરાઈ છે.

ભારતીય સફાઈ કામદાર સેલમાં ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ દ્વારા પ્રદેશ સફાઈ કામદાર સેલમાં પ્રદેશ સદસ્ય શ્રી તરીકે મયુરભાઈ બી પાટડીયા ની નિમણૂંક કરવામાં આવતા વાલ્મીકિ સમાજ તથા જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા તેમજ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહીત સમગ્ર શહેર/જિલ્લા ના કાયઁકરો તેમજ વિવિધ સમાજના આગેવાનો,જિલ્લાભર સફાઈ કામદાર તથા સામાજિક અને રાજકીય આગેવાનો એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(10:53 am IST)