Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જસદણમાં જેતપુર અને ગોંડલ પછી જિલ્લાનું સૌથી વધુ રસીકરણ : ૮૫૦૦નું કુલ રસીકરણ એક દિવસમાં થયું

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૦: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે દેશભરમા યોજાયેલા કોરોના વેકશિનમાં રાજકોટ જીલ્લામાં જસદણ તાલુકામાં પણ આરોગ્‍ય વિભાગ અને ગામે ગામ રાજકીય અને સામાજિક આગેવાનનોની મહેનતથી મોટા પ્રમાણમાં લોકોએ કોરોના વેકશિન લીધી હતી રાત્રે બાર વાગ્‍યા સુધી વેકશિનની કામગીરી ચાલુ હતી.
જસદણ તાલુકામા ગઈકાલે યોજાયેલા મેગા રસીકરણના આયોજન અંતર્ગત પ્રાંત અધિકારી ગલચર અને તાલુકાના બ્‍લોક ઓફિસર ડો.ધવલ ગોસાઈ દ્વારા અગાઉથી જ થયેલા આયોજન મુજબ વ્‍હેલી સવારથી જ આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ તેમના ગામમા પહોચી ગયા હતા અને લોકો પણ સવારથી જ વેકશિન લેવા આવી ગયા હતા.
ગઈકાલે ૨૨૦૦ જેવા પેહલા ડોઝ માટે તેમજ ૬૨૦૦ જેવા બીજા ડોઝનુ રસીકરણ થયુ હતુ અનેᅠ મોડી રાત સુધી રસીકરણની કામગીરી ચાલુ રહી હતી તાલુકા આરોગ્‍ય ટિમ તેમજ તાલુકા વહીવટી ટિમ ના સંકલન થી આ શક્‍યું બન્‍યું હોવાનુ ડો.ધવલ ગોસાઈએ જણાવ્‍યુ હતુ.
કુલ ૮૫ સેસન સાઈટ બનાવામાં આવિ હતી આખા તાલુકામાં
રસીકરણ ને સફળ બનાવા માં સમગ્ર જસદણ તાલુકા નાᅠ આરોગ્‍ય સ્‍ટાફની મેહનત અને જીલ્લાનાં આરોગ્‍ય અધીકારી ડો.રાઠોડના માર્ગદર્શનથી આ કામગીરી રંગ લાવી હતી.
દરેક પી.એચ.સી ના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, આર. બી.એશ.કે.મેડિકલ ઓફિસર,કોવિડ મેડિકલ ઓફિસર,દરેક આરોગ્‍ય સ્‍ટાફ એ સવાર ના ૭ થી લઇ ને રાત ના ૧૨ વાગ્‍યા સુધી રસીકરણ માં સહયોગ આપ્‍યો હતો.
જસદણ ના પ્રાંત સાહેબ ડો.પ્રિયંક ગલચર,તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.ધવલ ગોસાઈ,મામલતદાર એલ.બી.ઝાલા,તાલૂકા વિકાસ અધીકારી પટેલᅠ ના સંપૂર્ણ પ્રયત્‍ન થી રસીકરણ વેગવંતુ બન્‍યું હતું.

 

(10:25 am IST)