Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મોરબીના શનાળા ગામ નજીક ઓવરબ્રિજ પાસે ખાડામાં મોટર સાઈકલ પરથી પડી જતા મહિલા કન્ટેનર હડફેટે ચડી જતા મોત.

મોરબીના શનાળા ગામ નજીક ઓવરબ્રિજ પાસે રોડના ખાડાના કારણે મહિલા મોટર સાઈકલ પરથી નીચે પડી જતા પાચલ આવતા કન્ટેનર હડફેટે ચડી જતા તેનું મૃત્યુ ન નીપજ્યું હતું બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
   મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ઉમીયાનગરમાં રહેતા સવજીભાઈ ખીમજીભાઈ મૂછડીયા (ઉ.૫૧) તેના પત્ની સાથે મોટર સાઈકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ જીજે ૩૬ એન ૨૫૮૧ લઈને જતા હોય દરમિયાન શનાળા ગામ નજીક ઓવરબ્રીજનું કામ ચાલુ છે ત્યાં પહોચતા રસ્તામાં એક ખાડો આવતા જે ખાડામાં ફરિયાદી સવજીભાઈનું મોટર ચાલવતા પાછળ બેઠેલ ફરિયાદી સવજીભાઈના પત્ની નીતાબેન મોટર સાઈકલમાંથી નીચે પડી જતા મોટર સાઈકલ એક ટ્રક કન્ટેનર જીજે ૧૨ ના ચાલક તેની ટ્રક પુર ઝડપે ચલ્વીને નીતાબેનને હડફેટે લેતા કમરથી નીચેના ભાગ થી જમણા પગની પેની સુધી કન્ટેનર ના પાછળના જોટામાં આવી જતા જમણા પગે તથા ડાબા પગે ફેકચર જેવી ઈજા તથા ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તો કન્ટેનર ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે

(9:28 pm IST)