Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જામકડોરણા ના ચિતાવડ ગામે ગાજવિજ સાથે વરસાદ માં ગાયોના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો ના મોતથી ફેલાઈ અરેરાટી

ધોરાજીના ભુતવડ ગામે વીજળી પડતાં મકાન ધરાશાયી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના ભુતવડ ગામે વીજળી પડતાં મકાન ધરાશાયી અને જામકંડોરણા ના જામ કંડોરણા થી ચિત્રાવડ ગામે વીજળી પડતાં છ પશુઓના મોત

 ધોરાજી તાલુકા માં વરસાદ ના લાંબા વિરામ બાદ વરસાદ નું ફરી એક વાર આગમન થયું...
        ત્યારે ધોરાજી તાલુકા ના ભૂતવડ ગામે અચાનક વીજળી પડતાં નળીયા વાળું એક મકાન છે તેમાં ધડાકા ની સાથે વીજળી પડતા ધરાશાયી થયું હતું લોકો માં ભય નો માહોલ. થોડીવાર માટે સર્જાયો હતો પરંતુ કોઇ જાનહાની ન હતી
       ઉપરાંત એક પાકા મકાન માં પણ વીજળી પડી હતી જેમાં ટીવી સહિત ના ઇલેક્ટ્રોનિક સાધનો ને ભારે નુકશાન થયું હતું ત્યારે લોકો માં એક ભય નો માહોલ સર્જાયો હતો.
         તેમજ જામકંડોરણા પથંક માં બિજા દિવસે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ચિતાવડ ગામે ગામની ગાયો નૂ ધણ સીમ વિસ્તારમાં ગયેલ હતૂ ત્યારે તળાવ ના કાંઠે ગાયો ના ધણ ઉપર વિજળી પડતા છ ગાયો તથા એક ભેસ ઉપર વિજળી પડતા મોત નિપજેલ છે
          આ બનાવ ના પગલે ચીતાવડ ના સરપંચ દાનાભાઈ ભરવાડ,કાનજીભાઈ સહિતના અગણી ઓ દોડી ગયેલ હતાં
ચિતાવડ ગામે ગાયો ના ધણ ધડાકા સાથે વિજળી પડતા સાત પશૂ ના મોત નિપજતા ગામજનો મા અરેરાટી વ્યાપી ગઇ છે. (તસવીર કિશોરભાઈ રાઠોડ)

(8:08 pm IST)