Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અમરેલી જીલ્લામાં જુદા-જુદા ૮૯ વાહન ચાલકો સામે દારૂનો ગુન્‍હો

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૦:  અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી વાહનચાલકો સહિત ૮૯ શરાબીઓને પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

ધમકી

ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા ચતુરભાઇ બાલુભાઇ સોંદરવા ઉ.વ.૩૪ના નાના ભાઇને દેવજી હમીરભાઇ રાઠોડ પોતાની સાથે લઇ જઇ દારૂ પીવાના રવાડે ચડાવતા હોય જેથી ઠપકો આપતા સારૂ નહિં લાગતા ગાળો બોલી રસ્‍તામાં પડેલ પથ્‍થર લઇ કાન પાસે મારી ઇજા કરી ધમકી આપ્‍યાની ઘારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફેકચર

બાબરા રાજકોટ ભાવનગર હાઇવે કક્કર્ાુકી પાટીયા નજીક જયદીપભાઇ હીંમતભાઇ કાછા ઉ.વ.૩૦ આટકોટથી બાબરા આવેલ વડલીવાળી મેલડીમા એ પોતાનું બાઇક જીજે ૦૩ ડીએફ ૧૩૫૯ લઇને આવતા હોય તે દરમિયાન તા.૧૫/૫ ના સવારે ૧૦ વાગે મારૂતી સુઝુકી સ્‍વીફટ જીજે ૧૧ બીેઆર ૨૦૦૫ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી પછાડી પગમાં ફેકચર કરી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

જાફરાબાદ લુણસાપુર કંપનીના ગેઇટ પાસે કંપનીમાં નોકરી કરતા અક્ષયભાઇ ગોવિંદભાઇ બારેૈયા રહે. જાફરાબાદ વાળાને પૃથ્‍વીરાજ ઉર્ફે મુન્‍નો, શિવ રાજભાઇ રહે.લુણસાપુર, અક્ષયભાઇ રહે. લોરવાળાએ જણાવેલ કે મારા માણસને કંપનીની અંદર મોબાઇલ લઇ જવાની ના કેમ પાડેલ જેથી અક્ષયભાઇએ જણાવેલ કે મને ઉપરથી ઓર્ડર છે કે કંપનીની અંદર મોબાઇલ લઇ આવાનો નથી જેથી સારૂ નહિં લાગતા ઉશ્‍કેરાઇ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

ચોરી

લીલીયા મોટા હનુમાનપરા વિસ્‍તારમાં તા.૧૦/૫ થી ૧૧/ ૫ દરમિયાન હર્ષદભાઇ પ્રવીણભાઇ આસોદરીયા રહે.લીલીયા આદર્શ સોસાયટી વાળાનું હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર જીજે ૦૧ જેક ૭૮૭૫ રૂા.૨૨ હજારની કિંમતનું કોઇ ચોરી કરી લઇ ગયાનું લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઝપાઝપી

લાઠી રોડ ઉપર મઢુલી પાઉંભાજી નજીક કેરીયારોડ ઉપર રહેતા લાલજીભાઇ અરજણભાઇ ઠેસીયા ઉ.વ.૬૨ ને જુના મનદુઃખના કારણે લકઘીર દેવકુભાઇ ઘાઘલ, પ્રકાશ દેવકુભાઇ ધાધલ મુળ કાગદડી હાલ અમરેલીવાળાએ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી ઝપાઝપી દરમિયાન ગળામાં પહેરેલ રૂદ્રાક્ષનો સોનાનો ચેઇન તોડી નાખી ધમકી આપ્‍યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે રહેતા જોરૂભાઇ બાલાભાઇ પરમાર ઉ.વ.૪૫નું હિરો સ્‍પ્‍લેન્‍ડર જીજે ૧૪ એએન ૯૦૭૫ તા.૧૦/૫ ના રૂા.૨૫ હજારની કિંમતનું કોઇ ચોરી કરી ગયાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

(3:09 pm IST)