Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ચલાલાની શેલ નદીમાં રેતી ચોરવાની કોશિષ કરતા પાંચ શખ્‍સો ઝડપાયા

 ચલાલા પો.સ.ઇ.ડી.બી.ચૌધરી તથા હેડ કોન્‍સ આર.વી.રાઠોડ તથા હેડ કોન્‍સ બી.આર.ધાધલ તથા પો.કોન્‍સ. રોહિતભાઇ રાખોલીયા તથા લોકરક્ષક મયુરભાઇ ડોડીયા તથા લોકરક્ષક શીવરાજભાઇ કામળીયા ચલાલા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ચલાલા પો.સ્‍ટે. વિસ્‍તારના નાગ્રધા તથા દીતલા ગામની નદીમાં કેટલાક ઇસમો ટ્રેકટર અને જે.ી.બી.દ્વારા ગે.કા.રીતે નદીમાં ખાડાઓ કરી કેટલાક ઇસમો રેતી ચોરીની કોશીષ થતી હોય અન્‍ય ઇસમો રેતી ચોરી કરતા હોય તેવી બાતમીના આધારે રેઇડ કરતા રેતી ચોરીની કોશીષ કરતા (૧) રાજુભાઇ હકાભાઇ સાકીરયા (ઉ.૩૦) ધંધો ડ્રાઇવિંગ રહે .મંગલપુર તા. સાયાલા (ર) અનવરભાઇ મહેબુબભાઇ બ્‍લોચ (ઉ.ર૪) ધંધો ડ્રાઇવીંગ રહે .ધારગણી તા.ધારી (૩) અરજણભાઇ ગોરધનભાઇ રોજાસર(ઉ.ર૧) ધંધો ડ્રાઇવીંગ રહે. ગુદોળા તા.જસદણ (૪) વિપુલભાઇ વિહાભાઇ ધરજીયા (ઉ.ર૭) ધંધો ડ્રાઇવીંગ રહે. નાની મોરસલ તા. ચોટીલા, (પ) મહેશભાઇ અરજણભાઇ પરમર (ઉ.૩૮) ધંધો ખેતી રહે. દીતલા તા.ધારી ને (૧) એક જે.સી.બી. રજી. નંબર વગરનું કિ. રૂા.પ,૦૦,૦૦૦, (ર) એક મહીન્‍દ્રા કંપનીનું ટ્રેકટર જેના રજી. ન.જી.જે. ૧૩ એએમ ૮૩૭૧ તથા રેતી ભરવાની ટ્રોલી આશરે કિ. રૂા.૩.પ૦.૦૦૦ (૩) એક આઇસર કંપનીનું ટ્રેકટર પ૪૮ મોડલનું રજી. નં. જી.જ.ે ૧૩-જેએચ ૮૧૯૩ થા તેની ટ્રોલી આશરે કિ. રૂા.૩.પ૦,૦૦૦ (૪) એક મહીન્‍દ્રા કંપનીનું ટ્રેકટર જેના રજી. નં. જી.જે ર૩ બી ૬૩પ૭ તથા રેતી ભરવાની તેની ટ્રોલી આશરે કિ. રૂા.ર.પ૦.૦૦૦ આમ જે.સી.બી.ટ્રેકટરો તથા રેતી સહિત કુલ કિ. રૂા. ૧૪.પ૦.૦૦૦ મુદામાલ તથા (પ) એક સોનાલીકા કંપનીના ટ્રેકટર મોડલ ડીઆઇ ૩પ રજી. નં. જીજે બીએ વાળામાં ગે.કા.વગર પરમીટે તથા રોયલ્‍ટી વગર રેતી ચોરી કરી ટ્રેકટર ટ્રોલી તથા ચોરી કરેલ રેતીની કુ કિ રૂા.૩.પર.૦૦૦ આમ બન્ને રેતી ચોરીની કોશીષ તથા રેતી ચોરી કરતા ઇસમોને કુલ કિ. મુદામાલ કિ રૂા. ૧૮.૦ર.૦૦૦ સાથે ચલાલા પોલીસસ્‍ટેશનમાં કાર્યવાહી હાથ ધરેલ છે

(1:54 pm IST)