Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બાબરામાં દેશી દારૂ લાવનારા ચાર ઝડપાયા

અમરેલી : પોલીસ અધિક્ષક અમરેલી હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં દેશી દારૂની પ્રવૃતિ સદંતર નેસ્‍તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્‍હાહીત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા જે.પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગના માર્ગદર્શન હેઠળ જે.એમ.કૈલા પોલીસ ઇન્‍સ્‍પેકટર બાબરા પોલીસ સ્‍ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત બાબરા વેલનાથ સોસાયટીમાં રહેતા કિરીટ કેશુભાઇ સોલંકીના ઘરે દેશી દારૂ એક ફોર વ્‍હીલ ગાડીમાં આવવાનો હોય તેવી હકિકત મળેલ હોય જે બાબરા પો. સ્‍ટે.ના હેડ કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા તથા હેડ કોન્‍સ. કિરણભાઇ તનસુખભાઇ સોલંકીત થા હેડ કોન્‍સ. બાબુભાઇ આલાભાઇ પરમાર તથા પો. કોન્‍સ. જગદીશભાઇ બાબુભાઇ રામાણી એ રીતનાઓએ એક ઇકો ફોર વ્‍હીલ ગાડીમાંથી દેશી દારૂની હેરાફેરી કરતા દેશી દારૂ લીટર ર૦૦ કિ. રૂા.૪૦૦૦ તથા ઇકો ફોર વ્‍હીલ ગાડી જેના રજી. નં. જી.જે.૦પ-આર.જે.૧૧૯૬ કિ. રૂા.ર,પ૦,૦૦૦ના પ્રોહી મુદામાલ સાથે રેઇડ  દરમિયાન પકડીપાડી બાબરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮રર૦૪૪૭-ર૦રર પ્રોહી કલમ ૬પ ઇ, ૯૮ (ર), ૮૧ મુજબનો ગુન્‍હો (૧) અશરફભાઇ મહમદભાઇ સૈયદ (ઉ.વ.૩૧) ધંધો ડ્રાઇવીંગ રહે. ધુળીયા પ્‍લોટ વિસ્‍તાર (ર) નિલેશભાઇ પ્રતાપભાઇ ધાધલ (ઉ.વ.ર૯) ધંધો ખેતી રહે. દાનેવનગર (૩) કિરીટભાઇ કેશુભાઇ સોલંકી (ઉ.વ.૩પ) ધંધો મંજુરી રહે. વેલનાથ સોસાયટી (૪) રાહુલભાઇ બાબુભાઇ ભવાણીયા ઉ.વ.રપ ધંધો મજુરી રહે. નીલવડા રોડ સામે નોંધેલ છે.

(1:53 pm IST)