Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઓનલાઇન શોપીંગના બહાને બેંક ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવતી જુનાગઢ એસ.ઓ.જી.

જુનાગઢ તા.૨૦: ગઇ તા.૨૩/૪/૨૦૨૨ ના રોજ કેશોદ ખાતે રહેતી એક મહીલાના મોબાઇલ ફોન પર ટેક્ષ મેસેજ આવેલ જેમાં મીસો એપ ઓનલાઇન શોપીંગ માટે જણાવેલ અને તેમાં કસ્‍ટમર કેર ફોન  નંબર પર સંપર્ક કરવા જણાવેલ જેથી તે મહીલાએ મેસેજમાં જણાવેલ કસ્‍ટમર કેર નંબર પર ફોન કરતા અચાનક તેના ખાતામાંથી કુલ બે ટ્રાન્‍જેકશન  મારફત કુલ રૂપીયા ૪૭,૯૭૨/- ઉપડી ગયેલ હતા જેથી તે મહીલાએ કેશોદ પો.સ્‍ટે.ખાતે અરજી આપેલ ત્‍યારબાદ જુનાગઢ જીલ્લા સાયબર સેલ દ્વારા તાત્‍કાલીક કાર્યવાહી કરવામાં આવેલ અને બેંક તેમજ સંલગ્ન  પેમેન્‍ટ ગેટ-વે એજન્‍સીઓ સાથે સતત સંકલનમાં રહી ફ્રોડસ્‍ટર દ્વારા ફ્રોડ કરવામાં આવેલ રકમ અન્‍ય જગ્‍યાએ ઉપયોગ ન થાય અને અરજદારને તે રકમ રિફન્‍ડ થાય તે માટે એજન્‍સીઓ સાથે સતત સંપર્કમાં રહી અરજદારશ્રીના નાણા ઓનલાઇન શોપીંગમાં ઉપયોગ થયેલ હોય તે ઓર્ડર રોકાવી દીધેલ હતો અન અરજદારશ્રી સાથે થયેલ ફ્રોડના તમામ રૂપિયા ૪૭,૯૭૨/- અરજદારશ્રીના બેંક ખાતમાં રિફન્‍ડ કરાવેલ હતા.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એ.એમ.ગોહીલ તથા સાયબર સેલના પો.સબ.ઇન્‍સ. એમ.જે.કોડીયાતર,  એ.એસ.આઇ. દિપકભાઇ જ.ે જાની, પો.કોન્‍સ. બ્રિન્‍દા એસ. ગીરનારા, કુનાલસિંહ પરમાર, સૈલેન્‍દ્રસિંહ સીસોદીયા, રવીરાજસિંહ વાળા વીગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:18 pm IST)