Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

માળિયા મિયાણામાં દારૂ અને મારામારીના ગુનામાં સામેલ નાસીર અને મોહસીનને હદ પાર કરાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૦: માળિયા મીયાણામાં વિદેશી દારૂ અને મારામારીના ગુનામાં સામેલ બે શખ્‍સોને ચાર જીલ્લામાંથી હદ પાર કરાયા છે.

માળિયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વિદેશી દારૂ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમો નાસીરભાઈ યુસુફભાઈ જામ (ઉ.વ.૨૪) (રહે. નવાગામ, માળિયા) તથા મોહસીન ઉર્ફે ડિકો ગુલામ મયુદીનભાઈ સંઘવાણી (ઉ.વ.૨૮) રહે. નવાગામ માળિયાને મોરબી જિલ્લા, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ શહેર, જામનગર, કચ્‍છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્‍યા છે.

(1:14 pm IST)