Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પોરબંદર ખાતે મિત્ર, સાહિત્‍યકાર, લેખક હામદાનીને મળવા મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ‘‘મરકઝ લાઇબ્રેરી''ની મુલાકાત લીધી

 પોરબંદર : ભારત સરકારના મત્‍સ્‍ય, પશુપાલન અને ડેરી વિભાગ ના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા કોસ્‍ટ ગાર્ડ ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ત્‍યારે પોરબંદરના સુન્ની મુસ્‍લિમ બરૈલવી પંથના સાહિત્‍યકાર, લેખક,   વક્‍તા, મૌલાના હાજી અબ્‍દુલ સતાર હામદાની સાહેબ ની મુલાકાત તેમની વિશાળ લાઇબ્રેરી ‘‘મરકઝ એ એહલે સુન્નત બરકાતે રઝા'' ખાતે લીધેલ હતી. શ્રી  રૂપાલા સાહિત્‍ય અને જ્ઞાનસભર માહિતીઓના પુસ્‍તકોના વાંચનનો ઊંડો શોખ ધરાવે છે વિવિધ વિષયો નું જ્ઞાન મેળવવું અને તેના પુસ્‍તકોના વાંચન થકી મેળવેલ માહિતીનું એક શ્રેષ્ઠ વક્‍તા તરીકે યોગ્‍ય સમયે પ્રદાન કરવું તેમની એક વિશિષ્ટ કળા છે આ શોખ અંતર્ગત આજથી વર્ષો પહેલા  મૌલાના હામદાનીના પરિચયમાં આવ્‍યા અને આ પરિચયનો સેતુ વખતો વખતની મુલાકાતો સાથે ગાઢ મિત્રતા માં ફેરવાયો. મૌલાના હામદાનીના મરકઝ કે જે એક વિશાળ જ્ઞાન સભર પુસ્‍તકોની લાઈબ્રેરી છે તેની મુલાકાત લેવા માટે શ્રી  રૂપાલા  ઇચ્‍છા ધરાવતા હતા. કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી હોવાથી અને અનેક કાર્યક્રમમાં  વ્‍યસ્‍ત  હોવા છતાં  શ્રી  રૂપાલાએ મૌલાના હામદાનીને મળવા તેમની વિશાળ લાઇબ્રેરી મરકઝ ખાતે પહોંચ્‍યા હતા ત્‍યારે  પોતાની કર્મભૂમિ પર મિત્ર ને નિહાળી હર્ષ સભર ભીંજાયેલી આંખો થી આનંદ વિભોર બની પ્રેમ ભર્યા પુષ્‍પોથી શ્રી  રૂપાલાને આવકાર આપેલ તેઓની સાથે અગ્રણી હાજી યુસુફભાઈ નુરી, અને રાજ્‍ય હજ કમિટીના પૂર્વ ડાયરેક્‍ટર હાજી શબીરભાઈ હામદાની, સૈયદ અબ્‍દુલ્લામીયા બાપુ એ પણ પુષ્‍પથી આવકાર આપેલ. ત્‍યારબાદ શ્રી રૂપાલાએ વિશાળ લાઇબ્રેરી  મરકઝ ની અંદર વિવિધ જ્ઞાનસભર અનેક વિષયોના અમૂલ્‍ય પુસ્‍તકો નિહાળી તે પુસ્‍તકો વિશે માહિતી મેળવી એક અનેરો આનંદ પ્રાપ્ત કરેલ. આ મુલાકાત બિનરાજકીય, નિસ્‍વાર્થ ભાવના સાથેની, તેમજ ના કંઈ પ્રાપ્ત કરવાની મનોકામના,ના કંઈક મેળવવાની અપેક્ષા,ના કઈ પ્રાપ્ત કરવાની ખેવના વિનાની હતી... ફક્‍ત બંને વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની આંખોમાં એક મિત્ર બીજા મિત્રને મળીને આનંદ વિભોર બને તેવી એક માત્ર ભાવના હતી જે નિહાળી ઉપસ્‍થિત રાજકીય ક્ષેત્રના આગેવાનો પણ આヘર્યચકિત થઈ ગયેલ. તેઓની સાથે આ તકે પોરબંદરના ધારાસભ્‍ય  બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા મુસ્‍લિમ અગ્રણી આરીફભાઈ ડી.સુર્યા ઉપસ્‍થિત રહેલ ત્‍યારની તસ્‍વીર.

(1:06 pm IST)