Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઉનાના નાથડ ગામમાં જૂગાર રમતા ૬ શખ્‍સો રર હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ર૦ પોલીસે નાથળ ગામે રૂપિયાની હારજીતનો જૂગાર રમતા ૬ શખ્‍સોને રૂા. રરપપ૦ રોકડા સાથે પકડી લીધા હતાં.

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા એએસપી ઓમપ્રકાશ જાટની સુચનાથી ઉનાનાં પોલીસ ઇન્‍સ્‍પેકટર મસીના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઇ ડી. બી. લાખકોત્રા ત્‍થા હેડ કોન્‍સ્‍ટેબલ પી. પી. બાંભણીયા, ભીખુશા બચુશા સહિતનાં સ્‍ટાફે નાથળ ગામે રેઇડ કરતાં તીનપતીનો રૂપિયાની હારજીતનો જૂગાર રમતા (૧) મનોજ ભૂપતભાઇ સોલંકી (ર) નાનુ પાલાભાઇ સીલોત (૩) ભાણજી હીરાભાઇ શીંગડ (૪) અરવિંદ મનુભાઇ કામળીયા (પ) જોધા બોઘાભાઇ ચુડાસમા (૬) નાજા મોહનભાઇ બાંભણીયા  રે. તમામ નાથળ તા. ઉનાને જૂગારના પટ્ટમાંથી જૂગાર સાહિત્‍ય રોકડા રૂા. રપ હજાર પપ૦ રૂપિયા પુરા સાથે પકડી ઉના પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(10:54 am IST)