Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ૫૩૦ બેડની સુચારૂ વ્યવસ્થા ૨૫૦ બેડ વધારવા યુધ્ધના ધોરણે કાર્યવાહી

ઓકિસજન માટે એક હજાર લિટરની ચાર ટેન્ક - વીસ હજાર લિટરની ટેન્ક મુકાશે

જુનાગઢ તા. ૨૦: ૯ તાલુકા ૧ કોર્પોરેશન અને ૧૨ લાખથી વધુ વસ્તી ધરાવતા જૂનાગઢ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને પરાસ્ત કરવા રાજય સરકારની પ્રતિબધ્ધતા સાથે આરોગ્ય વિભાગ અને સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દિવસરાત કામગીરી કરી રહયુ છે.

કોરોના પેશન્ટને તાતકાલીક સારવાર મળવા સાથે દર્દિ સ્વસ્થ થાય ત્યાં સુધિની તકેદારી લેવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ઉપરાંત તાલુકા મથકે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા ભરમાં પથરાયેલા ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૨૩૭ સબ સેન્ટર પર તબિબો સાથે હારોગ્ય કર્મીઓ શ્રેષ્ઠ સેવાઓ આપી રહયા છે.

રાજય સરકાર જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારી સામે જંગ ઝીલતા દર્દિઓ માટે  ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટીકાકરણ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૩૭ જેટલા સબસેન્ટર હાલ ગ્રામ્ય લોકો  માટે આશીર્વાદરૂપ બન્યા છે અહીં ગ્રામ્ય લોકોને ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ અને ટીકાકરણની સુવિધા વિનામૂલ્યે મળે છે.

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોકટર સમર્પણ ભાવ સાથે કોરોના પેશન્ટ માટે કાર્યરત છે. અહીં ૫૩૦ બેડની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ છે. તેમજ યુદ્ઘના ધોરણે ૨૫૦ બેડ વધારવા ની કાર્યવાહી ગતિમાન છે આ તમામ બેડ માં ઓકિસજન ની સુવિધા છે.કોરોના પેશન્ટ ના ઓકિસજન લેવલ જાળવવા સિવિલ હોસ્પિટલ માટે એક હજાર લિટરની ચાર ટેન્ક ઉપલબ્ધ છ. ૧૦૦ થી વધુ જમ્બો સાઈઝના ઓકિસજન સિલિન્ડર પણ છે.૨૦૦૦૦ લીટરની ઓકિસજન ટેન્ક  મુકવા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સત્વરે કાર્યરત થશે.

ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ સાથે જૂનાગઢ જિલ્લામાં રસીકરણ ની કામગીરી મિશન મોડમાં કાર્યરત છે. કોરોના મહામારી ની બીજી લહેરથી લોકોને સંક્રમિત થતા અટકાવવા ટીકાકરણ રામબાણ ઈલાજ છે ત્યારે જ્ઞાતિ, સમાજ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, પદાધિકારીઓનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વોરિયર્સ ૪૫ પ્લસ  સહિત કુલ ૨.૨૯ લાખ લોકોને કોરોના રસી આપી સુરક્ષિત કરાયા છે.

શહેરી વિસ્તારોમાં આરોગ્યની વિશેષ સવલતો ઉપલબ્ધ હોવા સાથે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવી વિશેષ પણે ધન્વંતરી રદ કાર્યરત કરવામાં આવ્યા છે.૨૦ થી વધુ ધન્વંતરી રથના માધ્યમથી દરરોજ બે હજાર જેટલા લોકોને સારવાર સાથે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ધન્વંતરી રથની મોબાઇલ મેડિકલ ઓપીડી કામગીરી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે સંજીવની બની રહી છે.

આરોગ્યની સરકારી સુવિધાઓ સાથે ખાનગી હોસ્પિટલો અને કોવિડ હોસ્પિટલ ની માન્યતા આપી કોરોના પેશન્ટ ને સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે.શશીકુંજ ખાતે સો બેડનું કોવિડ કેર સેન્ટર ઉપરાંત, ડોકટર સુભાષ એકેડેમી કડવા પટેલ સમાજ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દર્દીઓને કોવિડ કેર સેન્ટરની સુવિધા છે.

(1:02 pm IST)