Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ઉના અને ગીર ગઢડા સીમમાં પવન સાથે માવઠાથી કેરી પાકને નુકશાન

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૦: ગીર ગઢડા તાલુકાના કાંધી પડા પાદર સીમ અને ઉના તાલુકાના દેલવાડા સીમ વિસ્‍તારમાં  ગઇકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેરીનો પાક ખરી જતા તેમજ મકાનના પતરા ઉડી ગયા હતા. બપોર પછી ગીરગઢડા તાલુકાના પડા પાદર, કાંધી, ઉમેજમાં ભારે પવન સાથે વરસાદ વરસતા શરૂ થયો હતો. ગામમાં વૃક્ષો પડી ગયા હતા. ઘરના છાપરા ઉડેલ અને આંબા ઉપર રહેલ કેરીનો પાક ખરી ગયેલ છે. તેમજ દેલવાડા સીમ વિસ્‍તારમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસી જતા ઉનાળુ પાક તથા આંબાના પાકને નુકશાની ગઇ છે. અડધી કલાક સુધી વરસાદ વરસી જતા પાણી વહેવા લાગેલ હતા.

(11:58 am IST)