Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જામનગરની ધ્રોલ અને અમરેલીની ચલાલા પાલિકા ભાજપે ખુંચવી :છોટા ઉદેપુરમાં બસપા અને અપક્ષોએ કોંગ્રેસના હાથમાંથી સતા છીનવી

અમદાવાદ :આજે નગરપાલિકાના ચૂંટણી પરિણામમાં ભાજપે કેટલીક નગરપાલિકામાં જ્યાં આગાઉ પોતાની સતા હતી તેવી કેટલીક નગરપાલિકામાં પોતાની સતા ગુમાવી છે જયારે કોંગ્રેસને પણ ત્રણ પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે જેમાં જામનગરની  ધ્રોલ પાલિકા, અમરેલીની ચલાલા પાલિકા ભાજપે ખુંચવી લીધી છે જયારે આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં કોંગ્રેસના હાથમાંથી બસપા અને અપક્ષોએ સત્તા છીનવી લીધી છે  જ્યારે કે બોરીયાવીમાં એનસીપીના હાથમાંથી કોંગ્રેસે સત્તા લઈ લીધી છે .

(10:18 pm IST)