Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જુનાગઢ જિલ્લાની પ નગરપાલિકામા કોંગ્રેસનો વિજય-દબદબોઃ ૧ માત્ર બાંટવા પાલિકામાં ભાજપની જીત

જુનાગઢ તા. ૧૯ : જુનાગઢ જિલ્લાની ૬ નગરપાલીકાની ચુંટણીનું મતદાન શનિવારે થયા બાદ આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય સાથે દબદબો રહ્યો છે અને એક માત્ર બાંટવા નગરપાલીકામાં ભાજપની જીત થઇ છે.

શનિવારે વિસાવાદર, વંથલી, માંગરોળ, માણાવદર, બાંટવા અને ચોરવાડ નગરપાલિકાની ચુંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું દરમ્યાન આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં વિસાવદર પાલિકાની ર૪ બેઠકમાંથી ૧૩ સીટ કોંગ્રેસે મેળવીને શાસન સ્થાપીત કર્યુ છે. અહી ભાજપના ફાળે ૧૧ બેઠકો આવી છ.ે

વંથલી નગરપાલિકામાં ર૦ બેઠક સાથે કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે જયારે ભાજપને ફાળે ૪ બેઠકો આવી છ.ે

માંગરોળ પાલિકામાં ૧પ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક ભાજપને મળી છે. પરંતુ અહી ૮ અપક્ષ ઉમેદારોનો વિજય થતા તેઓ નિર્ણાયક સાબિત થશે.

માણાવદર નગરપાલિકા કોંગ્રેસે જાળવી રાખી છે પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧પ બેઠક પર વિજય સાથે દબદબો રહ્યોછે. જયારે ભાજપના ફાળે ૧ર બેઠક આવી છે.

આજ પ્રમાણે ચોરવાડ નગરપાલીકાની ચુંટણીમાં ૧૭ બેઠક કોંગ્રેસ અને ૭ બેઠક ભાજપને મળતા નહી કોંગ્રેસનું શાસન ફરીથી આવ્યું છે.

જયારે એક માત્ર બાંટવા નગરપાલિકામાં ર૦ બેઠક પર વિજય મેળવીને ભાજપે શાસન સ્થાપીત કર્યું છે અહી ૪ બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે.

આમ ૬ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ પાલિકામાં ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

(4:29 pm IST)