Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સલાયા પાલિકામાં ભાજપનો સફાયો

ભાણવડમાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઇ

ખંભાળીયા તા. ૧૯ :..  સલાયા નગરપાલીકામાં ગત ટર્મમાં તમામ એ તમામ સભ્યો ભાજપના હતા અને ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી. આ વખતે ની નગરપાલીકાની ચૂંટણી ભારે ઇન્તજારી અને રસાકસી પુર્વક યોજાય હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ સત્તા કબ્જે કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતું. જો કે ગત ધારાસભા ચૂંટણીમાં આઠ હજારથી વધુ  મતોની લીડ કોંગ્રેસના ધારાસભ્યને મળી હતી. જેના પરીણામના પડઘા આજરોજ જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં વોર્ડ નં. ૧ માં ભાજપના ચાર એ ચાર સભ્યો ચૂંટાય આવ્યા હતાં. બાદમાં વોર્ડ નં. ર-૩-૪-પ-૬-૭ તમામ એ તમામ સભ્યો કોંગ્રેસના જીત્યા હતા સાત વોર્ડમાંથી ૬ વોર્ડમાં ર૪ સભ્યો કોંગ્રેસના જીત્યા હતા માત્ર વોર્ડ નં. ૧ માં જ ૪ સીટીમાં ભાજપ જીત મેળવી હતી આમ સલાયામાં પરિવર્તનનો પવન ફુંકાતા ભાજપનો સફાયો થયો હતો.

સલાયામાં ભાજપનો આજરોજ સફાયો થઇ ગયો હતો કોંગ્રેસએ બહુમતી મેળવતા કોંગ્રેસી જૂથ તથા નેતાઓ ગેલમાં આવી ગયા હતાં. ખંભાળીયા તાલુકાની ગત  ધારાસભાની ચૂંટણીમાં પણ ભાજપ એ પોતાની સીટ ગુમાવી હતી. જયારે તેની શીખ મળવા છતા પણ ભાજપના સ્થાનીક કાર્યકરોનો અસંતોષ ભાજપના સ્થાનીક નેતાઓની નબળી નેતાગીરીના કારણે ભાજપએ ફરી વધુ એક વખત સલાયા નગરપાલીકામાં ભુંડા હાલે હાર મળી હતી. અને કારમાં પરાજયનો સામનો કર્યો હતો.

ભાણવડ વોર્ડ નં. ૧ માં ત્રણ બીજેપી એક કોંગ્રેસ વોર્ડ નંબર ર માં ચાર ભાજપ વોર્ડ નં. ૩ માં ૩ ભાજપ અને એક ભાજપ અને એક અપક્ષ વચ્ચે ટાઇ.

(4:28 pm IST)