Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ધ્રોલ પાલિકા કોંગ્રેસ પાસેથી ખૂંચવી લેતુ ભાજપ

ભાજપનો રર, કોંગ્રેસનો ૪, બસપાનો ર બેઠકો ઉપર વિજય

ધ્રોલ : તસ્વીરમાં ધ્રોલ પાીલકાના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ ચુડાસમા અને સમર્થકો નજરે પડે છે.(તસ્વીરઃ અમિત કંસારા-ધ્રોલ)

ધ્રોલ તા.૧૯ : ધ્રોલ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપે ધ્રોલ નગરપાલિકા-કોંગ્રેસ પાસેથી ખુચવી લીધી છે. ધ્રોલ પાલિકામાં ભાજપનો રર, કોંગ્રેસનો ૪ અને બસપાનો ર બેઠકો ઉપર વિજય થયો છ.ે

ધ્રોલ નગરપાલિકાના સાત વોર્ડ નં.ર૮ ઉમેદવારોની મતગણત્રી પૂર્ણ થતા ભાજપને રર કોંગ્રેસને ૪ તથા બીએસપીના, ર ઉમેદવારો વિજતેા થયેલ છે. જયારે વોર્ડ નં.ર-૪ તથા પમાં ભાજપની પેનલના ચારે ઉમેદવારો વિજેતા થયેલ છેવોર્ડ નં.૧માં ભાજપના ર અને કોંગ્રેસના ર તેમજ વોર્ડ નં.૩માં કોંગ્રગ્રેસના ર તથા બી.એસ.પી.ના -ર ઉમેદવારો વિજેતા થયેલ છે ત્યારે ભાજપ કોંગ્રેસ પાસેથી સતાના સૂત્રો આંચકી લીધેલ છે.

વોર્ડ નં.૪ મા પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ડી.ચુડાસમા જંગી બહુમતીથી, વિજયી બનેલ છે જયારે વોર્ડ નં.પ માં પૂર્વ પ્રમુખ અને શહેર કોંગ્રસ પ્રમુખ વિરમભાઇ વરૂની હાર થયેલ છે

રાઘવજીભાઇ પટેલ, મગનભાઇ ભોજાણી તથા નરેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ ભાજપે ગોઠવેલા વ્યુહ, પ્રમાણે જંગી બહુમતીએ વિજય તરફ આગેકુચ કરી રહેલ છે.

(4:28 pm IST)