Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જામનગર-અમદાવાદની ફલાઇટની પ્રથમ ઉડાનને પૂનમબેને પ્રસ્થાન કરાવ્યું

જામનગર-અમદાવાદની ફલાઇટને પ્રથમ ઉડાનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા પુનમબેન

જામનગર તા.૧૯ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચારને સાકર કરતી ઉડાન યોજના અંતર્ગત જામનગર હવાઇઅડ્ડા પરથી જામનગર - અમદાવાદની ફલાઇટની પ્રથમ ઉડાનને સાંસદ પુનમબેન માડમ દ્વારા લીલીઝંડી બતાવી વિદાય કરે હતી. આ કાર્યક્રમમાં એરપોર્ટના ડાયરેકટર સુનીલ પાટકર દ્વારા ઉપસ્થિત શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.

પ્રાસંગીક ઉદબોધનમા જણાવ્યું હતું કે જામનગર હવાઇઅડા માટે તેમજ આમ જનતા માટે ખુશીનો દિવસ છે. બધાના સહિયારા પ્રયત્નો, પ્રેરણા અને સહકારથી ફલાઇટને આપણને ઉડાનના પ્રથમ તબકકામાં ફાળવવામાં આવેલ છે. પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન ઉડે દેશ કા આમ નાગરીકએ સફળ થવા જઇ રહયુ છે. આ ઉડાન માટે આમ આદમી પણ રીઝનલ કિંમતમાં હવાઇ મુસાફરી કરી શકશે. નજીકના ભવિષ્યમાં જામનગર ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ સેવા પણ ઉપલબ્ધ થવાની છે.

પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા, જિલ્લા શહેર ભાજપ પ્રમુખ શ્રી હિંડોચા, ડેપ્યુટી મેયર શ્રી મહેતા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કમલાસિંગ, જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા સહિત શહેરના વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ,શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા. તે તસ્વીરોમાં દર્શાય છે. (તસ્વીર : અહેવાલ  - મુકુંદ બદીયાણી - જામનગર)

 

(1:00 pm IST)