Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સુરેન્‍દ્રનગર-દુધરેજ પાલિકામાં ભાજપ વીનમાં

વઢવાણ, તા. ૧૯ : સુરેન્‍દ્રનગર-દુધરેજ પાલિકામાં ભાજપ જીતે તેવી શકયતા છે. અને બપોરે આ રેસમાં ભાજપ વિનમાં આગળ છે.

સુરેન્‍દ્રનગર વોર્ડ નં.૧માં અને ૬માં હાલમાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા છે. જયારે ૭મા વોર્ડમાં ભાજપ પેનલે ખાતુ ખોલાવ્‍યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગર વોર્ડ નં.૧માં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. જેમાં અમીતાબેન દિનેશભાઇ સોલંકી, મહેબુબખાન ચાંદાજી મલેક, માલાભાઇ મેપાભાઇ ગરીયા, શોભનાબેન મહેુલકુમાર ગોવિંદીયાની વોર્ડ નં.૧માં કોંગ્રેસની પેનલ જીત મેળવી છે જયારે ૬મા પણ કોંગ્રેસ જીતી ગઇ છે.

વોર્ડ નં.૭માં કોંગ્રેસના હારેલા ઉમેદવારોમાં કુલદીપસિંહ મહાવીરસિંહ જાડેજા, ચંપાબેન દિનેચંદ્ર પંડયા, સુરપાલસિંહ ગંભીરસિંહ રાણા, હંસાબેન વિનોદભાઇ પટેલ કોંગ્રેસમાં વોર્ડ નં.૭માં હાર્યા છે. જયારે આગળ મત ગણતરી ચાલુ છે ત્‍યારે હાલ કોંગ્રેસને ૮ મળી છે બેઠકો ભાજપને ૮ મળી છે. આમ બન્ને સરખી થયેલ છે. વોર્ડ નં.૮માં ભાજપની પેનલ વિજેતા બની છે. ભાજપમાં વોર્ડ નં.૮માં કૈલાસબેન દિપકભાઇ, જસુભા સજુભા ઝાલા, રંજનબેન હેમુભાઇ રોજાસરા, શંકરભાઇ ગાંડાભાઇ સિંધવ ભાજપના વોર્ડ નં.૮માં જીત મેળવી ચૂકયા છે. ત્‍યારે હારેલામાં જયેન્‍દ્રસિંહ જીલુભા પરમાર, નયનાબેન દિપકકુમાર ચૌહાણ, પ્રકાશભાઇ કરશનભાઇ, રક્ષાબેન ઘનશ્‍યામભાઇ , વોર્ડ નં.૮માં કોગ્રેસમાંથી હાર્યા છે. જયારે વોર્ડ રમાં પ્રવિણભાઇ એન.સી.પી.માં વિજેતા થયા છે. ૧૧ ભાજપને બેઠક મળી છે. ૯ કોંગ્રેસ અને એક એનસીપી ૧ મળી આવેલ છે. ત્રણ ભાજપને મળે છે.

 ત્‍યારે સુરેન્‍દ્રનગર દુધરેજ નગરપાલિકામાં ચૂંટણી જંગ મોહનભાઈ પટેલના ખાસ અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો છે, ત્‍યારે મોહનભાઈ પટેલ દ્વારા ચુનંદા ઉમેદવારો પસંદ કરી અને વિજય થાય અને નગરપાલિકા પરિવર્તન આવે તેવા સદસ્‍યો મુકયા છે ત્‍યારે હાલ કોંગ્રેસે પ્રથમ ચરણમાં સુકવંતી શરૂઆત કરી છે. ત્‍યારે લોકોની સમસ્‍યાઓને પ્રાધાન્‍યતા આપવા લોકપ્રશ્નોના નિરાકરણ લાવવા માટે હાલ ખાતરી મોહનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે.

 

(12:59 pm IST)