Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

તળાજામાં ભાજપનો ભગવો લહેરાયો

૧૬ બેઠક ભાજપને અને ૧ર બેઠક કોંગ્રેસના ફાળે

ભાવનગર તા.૧૯ : ભાવનગર જીલ્લાની તળાજા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ ર૮ બેઠકો પૈકી ૧૬ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. જયારે કોંગ્રેસને ૧ર બેઠકો પ્રાપ્‍ત થઇ છે. ભાવનગર જીલ્લાની તમામ નગરપાલિકા યોજાયેલ ચુંટણીમાં ભાજપ ફરી વિજયી બન્‍યુ છે. નગરપાલિકાની ર૮ બેઠકો પૈકી ભાજપનો ૧૬ બેઠકો ઉપર વિજય થયો છે. જયારે કોંગ્રેસને ૧ર બેઠકો પ્રાપ્‍ત થઇ છે. ભાજપે સતા જાળવી રાખી છે. ભાજપ દ્વારા વિજેતા ઉમેદવારોનું ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું. તળાજા નગરપાલિકાના વોર્ડ નં.૬માં ૪ મહિલા ઉમેદવારો વિજેતા બન્‍યા છે. તળાજાના એક જ વોર્ડમાં ૪ મહિલા વિજેતા બન્‍યા છે, પ્રથમ બનાવ છે.

(12:57 pm IST)