Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજુલામાં ભાજપના ડુચ્‍ચાઃ પાલિકામાંથી શાસન ગયુ

રાજુલામાં ર૭માં કોંગ્રેસનો વિજયઃ ભાજપને ફાળે માત્ર ૧ બેઠક : એક માત્ર ભાજપ પ્રમુખ મયુરભાઇ દવેના પત્‍નિ જીત્‍યા, ભાજપના અન્‍ય ર૭ ઉમેદવારો હાર્યાઃ લાઠી-ચલાલામાં ભાજપ વિજેતા

અમરેલી-રાજુલા તા. ૧૯ : અમરેલી જીલ્લાની રાજૂલા બેઠક ઉપર ભાજપનાં ડુચ્‍ચા મતદારોએ કાઢી નાખ્‍યા છે. અને ભાજપનો માત્ર એક બેઠક ઉપર વિજય થયો છે. જયારે  કોંગ્રેસને ર૭ બેઠકો મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજૂલા નગરપાલિકાની શનીવારે ચૂંટણી યોજાયા બાદ આજે મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ર૭ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે ભાજપને માત્ર એક જ બેઠક મળી છે.  અને ભાજપનું શાસન પાલિકામાં વહી ગયું છે.

એક માત્ર ભાજપ પ્રમુખ મયુરભાઇ દવેના પત્‍નિ જયોતિબેનનો વિજય થયો છે. જયારે અન્‍ય ર૭ ઉમેદવારોનો પરાજય થયો હતો.

જયારે ચલાલા નગરપાલીકાના વોર્ડ નં. ૬ બેઠક ર૪ ની ગણતરીમાં ૧૭ સીટ ભાજપ અને ૭ સીટ કોંગ્રેસને ફાળે ગઇ હતી.

લાઠીમાં નગરપાલીકા ચૂંટણીના ૬ વોર્ડની ર૪ બેઠકોમાં ર૧ સીટ ભાજપને ૩ કોંગ્રેસને ફાળેગઇ હતી.

(12:57 pm IST)