Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

હળવદમાં ગેસ ગળતરનો ભોગ બનેલા શ્રમિક પરિવારોને ૨-૨ લાખની સહાય

મોરબી તા. ૧૯ : હળવદમાં ગેસ ગળતરનો ભોગ બનેલા ત્રણ મજુરોના મોત નીપજયા હતા જે પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨-૨ લાખની રકમ મંજુર કરવામાં આવતા ત્રણ પરિવારોને ચેક વિતરણ કરવામાં આવશે.

હળવદના ટીકરના રણમાં કામ કરતા શામજીભાઈ કુકાભાઈ પરમાર (ઉ.વ.૨૭) અનિલભાઈ ઉકાભાઈ પરમાર (ઉ.વ.૨૧) અને વાઘજીભાઈ મનસુખભાઈ ખાંભડીયા એ ત્રણ મજુરોના ગેસ ગળતરની ઝપેટમાં આવી જતા કરુણ મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારને સહાય મળે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસને પગલે તાજેતરમાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી દરેક શ્રમિક પરિવારને ૨-૨ લાખ રૂપિયા લેખે ૬ લાખની રકમ મંજુર કરવામાં આવી છે આ સહાય મામલે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી શ્રમિક પરિવારોને સહાય માટેની રકમ મંજુર કરી છે જે સહાયના ચેક તાકીદે લાભાર્થી પરિવારોને સોપવામાં આવશે. અને ગેસ ગળતર દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારને મુખ્યમંત્રી રાહતફંડમાંથી સહાય મળી રહેશે.ઙ્ગ

શનાળા રોડથી વાવડી  કેનાલનો રસ્તો બનાવવા દરખાસ્ત

ઙ્ગમોરબીના શનાળા રોડથી નાની વાવડી સુધી આવેલ નાની કેનાલ ખુલ્લી બંધ છે ત્યાં પાઇપ નાખી રસ્તો બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા સિંચાઈ વિભાગમાં દરખાસ્ત કરીને મંજુરીની માંગ કરવામાં આવી છે.ઙ્ગ

મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા સિંચાઈ વિભાગને લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે હાલ શનાળા રોડ યદુનંદન સોસાયટીથી વાવડી રોડ સુધી મચ્છુ -૨ ડેમની નાની કેનાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે જે સૂચિત કેનાલ રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને હાલ આ નાની કેનાલ બંધ હોઈ અને જયાં મોટાભાગની જમીન બિનખેતી જઈને પ્લોટીંગ હોઈ જેથી નગરપાલિકા હાડ વિસ્તારમાં ત્યાં નાવી પાણીની પાઈપલાઈન નાખી અને ઉપર રસ્તો બનાવવાનો હોય જેથી પાણીની પાઈપ લાઈન નાખીને રસ્તો બનાવવા માટે એન.ઓ.સી. આપવાન માંગ કરવામાં આવી છે.(૨૧.૬)

 

(12:14 pm IST)