Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પોરબંદરના ભારવાડામાં પ લાખની લૂંટ અને હત્યામાં પરપ્રાંતીય મજૂરો હોવાની શંકાઃ પોલીસ દ્વારા શોધખોળ

પોરબંદર તા. ૧૯ :.. નજીકના ભારવાડાની સીમમાં વાડીના મકાનમાં રાત્રે અજાણ્યા હિન્દી ભાષી ૪ શખ્સો લાકડી અને ધારીયા વડે હૂમલો કરીને સોનાના વેઢલા તથા રોકડ રૂ ૮૦ હજાર સહિત કુલ રૂ પ,૧૦,૦૦૦ ની લૂંટ કરેલ અને ભીમાભાઇ નાથાભાઇની હત્યા કરી નાખેલ હતી.

જેની પાછળ નજીકના પરપ્રાંતીય મજૂર હોવાની શંકા સાથે પોલીસે શોધખોળ ચલાવી છે.

અજાણ્યા હિન્દી ભાષી ૪ શખ્સોએ ભીમાભાઇ ઉપર હૂમલો બાદ તેની હત્યા અને ભીમાભાઇની પત્ની ઉપર લાકડી વડે ગંભીર ઇજા કરતા તેમને પોરબંદર બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયેલ છે.

બેરણ ગામના ભરતભાઇ કરશનભાઇ ઓડેદરાએ હત્યા અને લૂંટની ફરીયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવીછે. (પ-રપ)

(12:09 pm IST)