Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલ ગીર-સોમનાથ જિલ્લાનાં દશ માછીમારોનાં પરિવારજનોને ૪૦ લાખની સહાય

મુખ્યમંત્રી રાહતફંડમાંથી વ્યકિતદીઠ ૪ લાખની સહાય

ગીર-સોમનાથ તા. -૧૭, ભારતિય સમુદ્રમાં માછીમારી દરમ્યાન પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા ભારતિય માછીમારોને બંધક બનાવવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન જેલમાં મૃત્યું પામેલ ગીર-સોમનાથ જિલ્લાનાં દશ માછીમારોનાં પરીવારજનોને રૂ ૪૦ લાખની સહાય ફાળવવામાં આવેલ છે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી પાકિસ્તાન જેલમાં અવસાન પામેલ મૃતક માછીમાર પરિવાર દીઠ રૂ ચાર-ચાર લાખની આર્થિક સહાય ફાળવવામાં આવેલ છે.

પાકિસ્તાન જેલમાં અવસાન પામેલ માછીમારોમાં સ્વ.દુદાભાઇ નારણભાઇ મકવાણા (રહે.કોડીનાર-દ્યાટવડ), સ્વ.ભીખાભાઇ લાખાભાઇ શીયાળ (રહે.ઉના-ગરાડ), સ્વ.કિશોરભાઇ ભગવાનભાઇ મકવાણા (રહે.ઉના-કોબ), સ્વ.બાલુભાઇ નારણભાઇ શિંગડ(રહે.ઉના-સોનારી), સ્વ.દેવાતભાઇ બચુભાઇ ડોડીયા(રહે. ઉના-ભેભા), સ્વ.વાદ્યાભાઇ બીજલભાઇ ચૈાહાણ(રહે. ઉના-દાંડી) સ્વ.રતનદાસ મોહનદાસ મકવાણા(રહે. કોડીનાર-નાનાવાડા), સ્વ.જીણાભાઇ ભગવાનભાઇ બાંભણીયા(રહે.ઉના-ખાણ), સ્વ.કાનાભાઇ લખમણભાઇ ચૈાહાણ(રહે.ઉના-પાલડી) અને સ્વ.ગોવીંદભાઇ હામાભાઇ સોલંકી (રહે.ઉના-દેલવાડા) સહિતનાં દશ મૃતક માછીમારોનાં પરિવારજનોને મુખ્યમંત્રીશ્રી રાહતફંડમાંથી આર્થિક સહાય મંજુર કરવામાં આવેલ છે.આ મંજુર થયેલ નાણાં ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા લાભાર્થીઓને ચેક આપવામાં આવશે.(૩૭.૯)

(12:09 pm IST)