Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કંડલાના દરિયામાં ગ્લોબલ નોટીકલ જહાજમાં ૧ વર્ષથી બંધક ૧૬ ક્રુ-મેમ્બરોને છોડવા હાઇકોર્ટનો આદેશ

ભુજ, તા. ૧૯ : ગત ૧પ દિ' પહેલા કંડલાનો દરિયામાં કુ-મેમ્બરને ગેરકાયદે ગોંધી રાખવાના ચર્ચાયેલા ચકચારી કિસ્સા બાદ આ મુદ્દે  રાજયની વડી અદાલતે મહતવનો ચૂકાદો આપ્યો છે. કંડલા સીફેરર્સ હોમના જોસેફ ચાકો દ્વારા આ મુદ્દે અવારનવાર રજૂઆતો કરાઇ હતી. ગત તા. ૧પ/રના હાઇકોર્ટે ગલ્ફ શીલ્ડ એજન્સી અને નોટીકલ ગ્લોબલ કંપની વચ્ચે ચાલી રહેલા જહાજના વિવાદના કારણે એક વર્ષથી અટવાયેલા અને બંધક બનાવી રખાયેલા ૧૬ કુ-મેમ્બરોને છોડી મૂકવા આદેશ કર્યા છે. તેમની કાળા પાણીની સજા પૂરી થશે. જોકે, આ કુ-મેમબરોને તેમનો છેલ્લો ૧ વર્ષનો પગાર મળ્યો નથી.

(12:08 pm IST)