Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગોંડલના યુવાનોએ ખંભાતમાં માનવતા મહેકાવી

અસ્થિર મગજના લોકોને સાંત્વના આપી વાળ અને દાઢી કટિંગ કરાવ્યા બાદ સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા

ગોંડલ, તા.૧૯ : ઘણાં લોકો માનવસેવા એ જ પ્રભુ સેવામાં માનનારા હોય છે, આવી જ રીતના મૂળ ગોંડલના અને હાલ ખંભાત ખાતે તાલુકા પંચાયતના બિલ્ડિંગના કન્ટ્રકશનનું કામ રાખનારા બે યુવાનોએ રખડતું ભટકતું અને પાગલ જીવન જીવતા સાત લોકોને એકઠા કરી વાળ અને દાઢી કટીંગ કરાવી, સ્નાન કરાવી આપી, નવા કપડા પહેરાવી માનવતા મહેકાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોવિયા ગામના અને પહેલેથી જ માનવસેવા એ જ પ્રભુ સેવામાં માનનારા રાકેશ ભાલાળા અને રાકેશ હિરાણી દ્વારા તાજેતરમાં આણંદ જિલ્લાના ખંભાત ખાતે તાલુકા પંચાયતના બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઈટની આસપાસ છ થી સાત અસ્થિર મગજના અને પાગલ જીવન જીવતા લોકો જોવા મળતા તમામ પાગલોને એકઠા કરી સાંત્વના આપી પોતાની પાસે બેસાડી વાણંદ ને બોલાવી આપી તમામ અસ્થિર લોકોને બાલ અને દાઢી કરાવી આપ્યા હતા. બાદમાં આ બંને યુવાનોએ શેમ્પુ અને સુગંધી સાબુથી તમામને સ્નાન પણ કરાવ્યા હતા, વાત એટલે થીજ અટકતી ન હોય તમામ પગલા માટે નવા કપડાંની પણ ખરીદી કરી હોય તમામને નવા કપડા પહેરાવી સેવાની સોડમ પ્રસરાવી હતી. નેઈલકટર થી નખ કાપી આપી ભરપેટ ભોજન પણ કરાવ્યું.

(12:07 pm IST)