Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગોંડલના મોવિયામાં રાત્રે ટાયરો સળગાવાયા

 તાલુકાના મોવિયા ગામ પાસે ગોંડલ રોડ પર આવેલ સ્મશાન પાસે ગતરાત્રીના કેટલાક શખ્સો દ્વારા ટાયરો સળગાવી ચક્કાજામ કરી દેવાતા તાલુકા પોલીસનો કાફલો દોડી ગયો હતો પોલીસને જોઈ ટોળું વિખેરાયું હતું તાલુકા પોલીસે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની ફરિયાદ તાલુકા પોલીસના જમાદાર ડી યુ જાડેજા નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સવારના દલિત સમાજ દ્વારા ગોડલ શહેરના આસાપુરા ચોકડી પાસે પાટણના બનાવને સંદર્ભે રોષ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેમાં શહેર પોલીસ દ્વારા રપથી૩૦ લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.(અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ) (૯.૭)

(12:07 pm IST)