Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ધોરાજીમાં મોડીરાત્રે હિન્દુ મુસ્લિમ યુવાનોના બે ટોળા એકત્ર થયા પછી સામસામો પથ્થરમારો

ધોરાજી, તા. ૧૯ : ધોરાજીના શાક માર્કેટ વિસ્તારમાં મોડીરાત્રે શાળા નં. પ પાસે મોડીરાત્રે મુસ્લિમ યુવાનોનું ટોળુ ભેગુ થઇને બીન કાયદેસર મંડળી રચી હાકલા પડકારા કરતા અને એજ રીતે સામે હિન્દુ યુવાનોના ટોળામાં હાકલા પડકારા કરવા અને સામસામે પથ્થરમારો કર્યો હતો.

આ અંગે ધોરાજી શહેરમાં દુકાનો ટપોપટ બંધ થઇ ગયેલ હતી અને આ બનાવ અંગે પોલીસને ઝાણ થતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે પહોંચી ગયેલ અને તોફાનીઓને વિખેરી નાખેલ હતાં.

આ અંગે ધોરાજી પી.આઇ. કે.આર. રાવતે ફરીયાદી બની હિન્દુ મુસ્લિમના ટોળાઓ સામે પોલીસ ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૧૪૩/૧૪૭/૧૬૦/૩૩૬ સહિતની કલમો મુજબ ગુનો નોંધી અજાણ્યા ટોળાના લોકોને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

(12:07 pm IST)