Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

કુતિયાણામાં ભાજપના ઢેલીબેન ઓડેદરાની પેનલનો વિજય

કુતિયાણા, તા. ૧૯ :  નગરપાલિકાની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ ભાજપના ઢેલીબેન ઓડેદરાની પેનલો વિજય થયો છે. મત ગણતરીના પ્રારંભથી ભાજપ આગળ ચાલી રહેલ હતું.

ચૂંટણીમાં ભાજપ સાથે એન.સી.પી.નો સીધો જંગ હતો અને મત ગણતરીના પ્રારંભે ૩ વોર્ડની ૧ર બેઠકમાં ઢેલીબેન ઓડેદરાની પેનલ આગળ હતી. ત્યારબાદ ૪ વોર્ડની મત ગણતરી પૂર્ણ થતાં ૧૬ બેઠકમાંથી ૧પ બેઠકમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી. (૯.૬)

(12:03 pm IST)